અબડાસાના કડુલી ગામના વતની અને બીએસએફ જવાન શૈલેન્દ્રસિંહ અનુભા જાડેજાએ શ્રીનગર, કાશ્મીરમાં તેમની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. વતન પરત ફરતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ અવસરે કડુલી ગામથી પિંગલેશ્વર મહાદેવ મંદિર સુધી વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત પુરુષોત્તમગિરિ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પૂર્વ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, યુવા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ અને કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. APMC ચેરમેન મનુભા જાડેજા, પૂર્વ સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, સાયરાના ઉપસરપંચ મયુરસિંહ જાડેજા, આરીખાણાના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા અને ગિરિરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
