~ વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા
~ 79 માં સ્વતંત્ર દિન પૂર્વે નખત્રાણામાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી
રાષ્ટ્રભક્તિની સીખ સાથે નખત્રણામાં સ્વચ્છતા કેળવવા માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો લોકો દેશભક્તિના રંગે રંગાયા
નખત્રાણા પ્રાંત કચેરી થી સુપર માર્કેટ બસ સ્ટેશન મુખ્ય બજાર વથાણ થી કુમારી ટીડી વેલાણી ગર્લ્સ હાઇસ્કુલ મધયે રેલી પહોંચી હતી અને તિરંગા યાત્રા નું સમાપન કરાયું હતું
નખત્રાણા પ્રાંત કચેરીના માં સરકારી વહીવટી તંત્ર તેમજ તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે ત્રિરંગા યાત્રા ની રેલીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ના હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો
વીર શહીદોને યાદ કરી દેશભક્તિના દેશ માટે બલિદાન આપનારા સપૂતોને આ ટાંકણી યાદ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપ્રેમ સર્વોત્તમની ભાવના સાથે દરેક ભારતીયોને 15 મી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવી હતી જેમ હર ઘર તિરંગા લહેરાઈ તેમ હર ઘર સ્વચ્છતા અભિયાન પણ જાળવવું જોઈએ દરેક નાગરિકને સ્વચ્છતા કેળવવા માટે શિખામણ આપવામાં આવી હતી
નખત્રાણા ની ઉમા વિદ્યાલય કેવી હાઈસ્કૂલ કુમારી ટીડી વેલાણી ગર્લ્સ હાઇસ્કુલ નખત્રાણા પ્રાથમિક કન્યાશાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રભક્તિના ગીતોથી રોમાંચિત થયા હતા સમગ્ર નખત્રાણા રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું હતું નખત્રાણા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા વિચારૂ કરાઈ હતી
નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલ્પ આહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી
તિરંગા યાત્રા દરમિયાન ઉમા વિધાલય ના વિધાર્થીઓ અને શિક્ષકો તેમજ ટ્રસ્ટી શ્રી એ ભાગ લીધેલ હતો તેમજ ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ને તિરંગા ના બેથ વિતરણ કર્યા હતા
આ વિશાળ ભવ્ય તિરંગા યાત્રામાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલ મામલતદાર પાર્થ ડી જોશી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર પીઆઈએમ મકવાણા પીડબ્લ્યુ ડી ના બીડી પ્રજાપતિ પાણી પુરવઠા ના દક્ષેશ પ્રજાપતિજિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ જયસુખભાઈ પટેલ ઉત્પલસિંહ જાડેજા હરિસિંહ રાઠોડ ચંદનસિંહ રાઠોડ જાગૃતીબેન ઠક્કર જીતેન્દ્રસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ પટેલ વેલા કમા રબારી સવિતાબેન સોલંકી લક્ષ્મણસિંહ સોઢા ચંદુભાઈ રૈયાણી શાંતિલાલભાઈ મહેશ્વરી મયુરભાઈ વાઘેલા હિરેનભાઈ ભટ્ટ હરીશભાઈ લોચા અમૃતભાઈ ગરવા મનોજ પિત્રોડા ડાયાલાલ સેગાણી નીતિનભાઈ ઠક્કર મુબારક કુંભાર મામદ ખત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર સંચાલનબીઆરસી દેવેન્દ્રભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભાર દર્શન નખત્રાણા મામલતદાર પીડી જોશી દ્વારા કરાયું હતું
