સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદ માટે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

હાલમાં, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર પર સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી. ઉપર સક્રિય છે. આ સિવાય એક અન્ય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર 3.1 કિમી ઉપર સક્રિય છે. આ બંને સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.

ચોમાસાની ટ્રફ લાઇન હાલ અમૃતસર, દેહરાદૂન, શાહજહાંપુર, વાલ્મિકી નગર, છાપરા, જલપાઈગુડી થઈને અરુણાચલ પ્રદેશ તરફ પસાર થઈ રહી છે. વરસાદની સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે.

Leave a comment