બિઝનેસ ઇનોવેશન એવોર્ડ્સ- 2025માં અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર (SAKSHAM) છવાઈ ગયું. છ-છ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનો સાથે સક્ષમે અદભુત સ્થાન મેળવી ડંકો વગાડ્યો છે. કૌશલ્ય વિકાસ, કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અને નેતૃત્વમાં શ્રેષ્ઠતામાં અવ્વલ દરજ્જાને માન્યતા આપતા પુરસ્કારો સક્ષમને એનાયત કરવામાં આવ્યા હતા. ભારતના કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં તે સક્ષમના પરિવર્તનશીલ પ્રભાવને રેખાંકિત કરે છે.
સક્ષમના પુરસ્કારોમાં શ્રેષ્ઠ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પહેલ, ગ્રામીણ આજીવિકા અને કૌશલ્ય વિકાસમાં શ્રેષ્ઠતા, કૌશલ્ય વિકાસ અને આજીવિકામાં શ્રેષ્ઠ યોગદાન CSR એવોર્ડ, વ્યાવસાયિક અને આજીવિકા શિક્ષણમાં શ્રેષ્ઠ CSR પહેલ અને શિક્ષણમાં CSR શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે. ‘સક્ષમ’ પ્રેરકબળ એવા જતીન ત્રિવેદીને દૂરંદેશી નેતૃત્વ માટે CEO ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
રાષ્ટ્રીયસ્તરે સન્માન SAKSHAM ના કૌશલ્ય વિકાસ માટેના અનોખા અભિગમને ઉજાગર કરે છે. તે લાંબા ગાળાની સામાજિક અને આર્થિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા રોજગારલક્ષી કાર્યક્રમોમાં અગ્રેસર છે. સમુદાયો સાથે ગાઢ સહયોગ સંદર્ભે કાર્યક્રમો ડિઝાઇન કરીને ‘સક્ષમ’ વાસ્તવિક દુનિયાની તકો સાથે સંરેખિત તાલીમ પ્રદાન કરે છે. આ ફિલસૂફી કૌશલ્યને માળખાગત સુવિધાના એક સ્વરૂપ તરીકે માત્ર સ્કેલ જ નહીં પરંતુ ઊંડાણ, ગુણવત્તા અને ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે.
‘સક્ષમ’ ના પરિવર્તિશીલ કાર્યક્રમોએ ચોકસાઈ અને હેતુ સાથે પ્રભાવ વધાર્યો છે. તેમણે અર્થપૂર્ણ પરિણામો માટે પ્રતિબદ્ધતા સાથે સંતુલિત વિકાસ કર્યો છે. એકસાથે છ-છ પુરસ્કારો કૌશલ્ય ક્ષેત્રમાં સક્ષમના અવિરત, હેતુ-સંચાલિત કાર્યનો ઊંડાણપૂર્વક પડઘો પાડે છે. એટલું જ નહી, તે ભારતની વિકાસ યાત્રામાં નવીનતા અને હકારાત્મક અસર માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
કૌશલ્ય નિર્માણ દ્વારા ‘સક્ષમ’ નવયુવાનોને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે. 2025 બિઝનેસ ઇનોવેશન એવોર્ડ્સમાં તેની સફળતા ગૌરવપૂર્ણ આજીવિકા અને ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે. અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ASDC એ વિશ્વના પ્રથમ મેટાવર્સમાં કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરીને કોચ અને વિદ્યાર્થીઓને સંયુક્ત ડિજિટલ ઈકો-સિસ્ટમમાં એકસાથે લાવ્યું છે. તે મેટાવર્સમાં ઈ-સેન્ટરના વિશ્વના ઉદ્ઘાટનને ચિહ્નિત કરે છે. દેશના 15 રાજ્યોમાં 4૦ થી વધુ તાલીમ કેન્દ્રો દ્વારા દર વર્ષે 25,000 થી વધુ યુવાઓને તાલીમ અને 15,000થી વધુને રોજગારની તકો પ્રાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી તેમાં દોઢ લાખથી વધુ યુવાધન વાસ્તમાં ‘સક્ષમ’ બન્યા છે!
