- રેલવે સંચાલનમાં જુલાઈ 2025 માં 898 ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનના હેન્ડલિંગ સાથે સર્વકાલીન ઉચ્ચ કામગીરી
- 76,172.550 MT કાર્ગો નું નોંધપાત્ર 20 કલાક અને 40 મિનિટમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યું
ભારતના અગ્રણી બંદર અને લોજિસ્ટિક્સ હબ અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ જુલાઈ-2025માં ફરી એકવાર રેકોર્ડબ્રેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે. કન્ટેનર હેન્ડલિંગ અને જહાજ ટર્નઅરાઉન્ડમાં મુંદ્રાએ અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા છે. મુન્દ્રા પોર્ટે જુલાઈ 2025 માં 898 ડબલ સ્ટેક કન્ટેનર રેકના સર્વકાલીન ઉચ્ચ સ્તરનું સંચાલન કરીને રેલ્વે કામગીરીમાં એક નવો રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
જુલાઈ-2025 દરમિયાન અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ ઓપરેશનલ શ્રેષ્ઠતા પુન:વ્યાખ્યાયિત કરી છે. રેકોર્ડ-બ્રેકિંગ ડબલ સ્ટેક કન્ટેનર રેક હેન્ડલિંગની સિદ્ધિઓ ભારતીય દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મુન્દ્રા પોર્ટના નેતૃત્વને રેખાંકિત કરે છે. રેલ્વે, ટર્મિનલ અને ઓપરેશનલ ટીમો વચ્ચેના સંકલને આ રેકોર્ડ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
જૂન 2025 માં સ્થાપિત મુંદ્રા પોર્ટનો 840 રેકનો અગાઉનો રેકોર્ડ જુલાઈમાં રેકોર્ડબ્રેક થયો છે. જેમાં 357 નિકાસ રેક અને 541 આયાત રેકનો સમાવેશ થાય છે, આ સિદ્ધિ રેલ લોજિસ્ટિક્સમાં મુન્દ્રાની અજોડ કાર્યક્ષમતાને ઉજાગર કરે છે. એટલું જ નહીં, તે ભારતમાં વેપાર માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવે છે. અદાણી પોર્ટ્સ દેશના લગભગ એક ચતુર્થાંશ કાર્ગો પરિવહનનું સંચાલન કરે છે.
મુન્દ્રા પોર્ટના પશ્ચિમ બેસિને પેનામેક્સ જહાજ MV માચેરાસના અત્યાર સુધીના સૌથી ઝડપી ડિસ્ચાર્જ ઓપરેશન સાથે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 76,172.550 MT કાર્ગો વહન કરતું આ જહાજ, નોંધપાત્ર 20 કલાક અને 40 મિનિટમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ વેસ્ટ બેસિનની ઓપરેશનલ શ્રેષ્ઠતાની પ્રતિષ્ઠાને મજબૂત બનાવતા ભારતમાં પેનામેક્સ જહાજ હેન્ડલિંગ માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે.
મુન્દ્રા પોર્ટ પર સિંગલ પોઇન્ટ રેલ હેન્ડલિંગ (SPRH) કામગીરી પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની, ૨૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ૨૪ કલાકમાં રેકોર્ડ ૬,૩૪૮ TEUs હાંસલ કરી હતી. આ સીમાચિહ્નો અદાણી પોર્ટ્સ મુન્દ્રાની ઓપરેશનલ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં તેની મુખ્ય ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુન્દ્રા પોર્ટનું સંચાલન કરે છે. વૈશ્વિક વેપાર માર્ગોમાં મહત્વપૂર્ણ કડી તરીકે મુન્દ્રા પોર્ટ કન્ટેનર, બલ્ક અને લિક્વિડ કાર્ગો સહિત વિવિધ પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે.
