અદાણી ફાઉન્ડેશન દ્વારા અબડાસા અને લખપત તાલુકાની સાંઘીપુરમની આજુબાજુની ૧૮ પ્રાથમિક શાળામાં આ વર્ષે પ્રવેશ મેળવનારા ૧૨૧ બાળકોને શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ મેળવનાર બાળકને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
બરંદા ગામે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા નવનિયુક્ત સરપંચશ્રી નથુભાઇ રબારીએ અદાણી ફાઉન્ડેશન શિક્ષણમાં બાળકોને જે મદદરૂપ થાય છે તે આ વિસ્તાર માટે ખૂબ સારી બાબત છે. જો આપણું બાળક શાળાએ આવતું થશે તો ભણશે. બધાં જ વિકાસનો પાયો શિક્ષણ છે. મોટી બેરના આચાર્યશ્રી ફાલ્ગુનભાઈએ કહ્યું કે અમારી સાત શાળાઓમાં શિક્ષણ કાર્યમાં અદાણી ફાઉન્ડેશનનું મોટું યોગદાન રહેલું છે. તમામ શાળાઓનાં બાળકોને કીટ ઉપરાંત શાળામાં ગત વર્ષે કલરકામ, સ્માર્ટ ક્લાસ તથા બાલા પેંટિંગ કરાવીને શિક્ષણ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી છે.
પીપર શાળાના આચાર્યશ્રી રામજીભાઇએ જણાવ્યુ કે પીપર શાળામાં અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ જ ઉપયોગી કામગીરી કરી છે. વાલીઓ સાથે સંવાદ કરીને બાળકોને શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરે છે. જ્યારે અકરી શાળાના બહેનશ્રી યોગીતાબેને પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું કે હું આ શાળામાં શિક્ષક તરીકે એક જ છું. તે માટે આ શાળામાં અદાણી ઈવનિંગ એજ્યુકેશન સેન્ટર ચાલુ કરીને નબળા બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી શીખવવાનું શરૂ કરીને ખૂબ જ ઉપયોગી થયા છે સાથે સાથે ઈતર પ્રવૃત્તિમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
જાડવા ગામના આચાર્ય શ્રીમતિ હેમીબેને આ પ્રસંગે વાલી મીટીંગ રાખેલ જેમાં વાલીઓને અપીલ કરતાં માવજીભાઈ બારૈયાએ જણાવ્યું કે જો વાલીઓ જાગૃત હશે તો જ બાળક શિક્ષણમાં આગળ વધી શકશે. વાલી, શિક્ષક અને બાળક એ શિક્ષણની સાંકળને મજબૂત બનાવનાર કડી છે. આ પ્રસંગે ખાસ કન્યાઓને શિક્ષિત કરવા પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવેલ.
આ વિસ્તારમાં સર્વગ્રાહી શિક્ષણ કાર્ય થાય તે માટે અદાણી ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. જે ભવિષ્યમાં આ વિસ્તાર માટે વિકાસમાં સહભાગી થશે. એવો વિશ્વાસ આ વિસ્તારના અગ્રણીઓએ વ્યક્ત કરેલ. તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા અદાણી ફાઉન્ડેશન ટીમને સન્માન પત્ર આપીને સન્માન કરેલ. આ સમગ્ર વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશનના સિનિયર પ્રોજેકટ ઓફિસર પ્રકાશભાઈ મકવાણા તથા સી.એસ. આર. ટીમ દ્વારા કરવામાં આવેલ.
