ટ્રમ્પ ટેરિફની બજાર પર કોઈ અસર થઈ નહીં, સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાતની ભારતીય શેરબજાર પર કોઈ અસર દેખાઈ નથી.

ગુરુવાર (31 જુલાઈ) ના રોજ, સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ થયો. નિફ્ટી પણ 87 પોઈન્ટ ઘટીને 24,768 પર બંધ થયો.

આજે ટ્રેડિંગ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં, તે લગભગ 700 પોઈન્ટ ઘટ્યો હતો, પછી 1000 પોઈન્ટ સુધર્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 7માં તેજી અને 23માં ઘટાડો રહ્યો. NSEના મેટલ, ફાર્મા અને ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ઘટાડો થયો. FMCG 1.44% વધીને બંધ થયા.

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.90% વધીને 41,020 પર અને કોરિયાનો કોસ્પી 0.33% વધીને 3,243 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.12% ઘટીને 24,894 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.68% ઘટીને 3,591 પર બંધ રહ્યો હતો.
  • 30 જુલાઈના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.38% ઘટીને 44,461 પર બંધ થયો. દરમિયાન, નાસ્ડેક કમ્પોઝિટ 0.15% ઘટીને 21,130 પર અને S&P 500 0.12% ઘટીને 6,363 પર બંધ થયો.
  • 30 જુલાઈના રોજ, વિદેશી રોકાણકારો (FIIs) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 850.04 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 1,829.11 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. 42,077.77 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ રૂ. ૫૪,૫૬૬.૪૫ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
  • જૂન મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 7,488.98 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 72,673.91કરોડની નેટ ખરીદી કરી હતી.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે, બુધવાર (30 જુલાઈ) ના રોજ, સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81,482 પર બંધ થયો. નિફ્ટી પણ 34 પોઈન્ટ વધીને 24,855 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર વધ્યા અને 15 શેર ઘટ્યા. L&T, સન ફાર્મા અને NTPCના શેર 4.72% વધ્યા. જ્યારે ટાટા મોટર્સ અને પાવર ગ્રીડના શેર 3.48% ઘટ્યા.

નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેરો વધીને બંધ થયા. NSEના FMCG, IT અને ફાર્મા ઈન્ડેક્સમાં સામાન્ય તેજી રહી. જ્યારે ઓટો, મીડિયા, બેંકિંગ અને રિયલ્ટી ઈન્ડેક્સ 1% ઘટીને બંધ થયા.

Leave a comment