અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ (MPL) ટકાઉ વિકાસમાં એક અગ્રણી તરીકે ઉભરી આવી છે. બ્યુરો વેરિટાસ ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા વર્ષ 2024-25 ના મૂલ્યાંકનમાં MPLએ ઉત્કૃષ્ટ 94% ESG સ્કોર હાંસલ કર્યો છે. આ પ્રભાવશાળી પ્રદર્શન MPL ની પર્યાવરણીય દેખરેખ, સામાજિક જવાબદારી અને નૈતિક શાસન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુન્દ્રામાં MPLનો કોલ-ટૂ-PVC પ્રોજેક્ટ પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા અત્યાધુનિક તકનીકોનો સમાવેશ કરે છે. વિનાઇલ ક્લોરાઇડ મોનોમર (VCM) ઉત્પાદન માટે સોના આધારિત ઉત્પ્રેરક અપનાવીને અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ લાગુ કરીને MPL ન્યૂનતમ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ સુનિશ્ચિત કરે છે. કંપનીએ તેના પ્રોજેક્ટ જમીનનો 33% ગ્રીન બેલ્ટ વિકાસ માટે પણ સમર્પિત કર્યો છે. જે તેની પર્યાવરણીય પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આવા વિવિધ પ્રયાસોને પરિણામે ESG મૂલ્યાંકનની પર્યાવરણીય શ્રેણીમાં અસાધારણ MPL એ 94% સ્કોર મેળવ્યો.
MPL નું આરોગ્ય અને સલામતી પ્રત્યેનું સમર્પણ પણ એટલું જ પ્રશંસનીય છે. જેમાં તેણે પ્રભાવશાળી 95% સ્કોર હાંસલ કર્યો છે. કર્મચારી દ્રષ્ટિકોણ સર્વેક્ષણો અને કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી (CER) પ્રોજેક્ટ્સ સામાજિક પ્રભાવ માટે MPL ના સર્વાંગી અભિગમને વધુ દર્શાવે છે.
MPL અદાણી એન્ટરપ્રાઇઝિસની વ્યવસાયિક નીતિઓનો કડક અમલ કરે છે. 90% સ્કોર સાથે, આબોહવા પરિવર્તન પર કંપનીના સક્રિય વલણમાં ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જનનું નિરીક્ષણ અને ઘટાડો, નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારવા અને કચરો વ્યવસ્થાપન પદ્ધતિઓ વધારવા માટેની પહેલનો સમાવેશ થાય છે.
ESG સિદ્ધિઓ ઉપરાંત MPL એ ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અપનાવ્યો છે. ગ્રાહક જોડાણ સુધારવા માટે ડિજિટલ હાજરીમાં વધારો કર્યો છે. કંપનીએ તેની કામગીરીમાં પારદર્શિતા અને સુલભતા સુનિશ્ચિત કરી છે. MPL નું નોંધપાત્ર ESG પ્રદર્શન ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેના તેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. નવીનતા અને નેતૃત્વમાં અગ્રેસર હોવાથી MPL ની સિદ્ધિઓ અન્ય વ્યવસાયો માટે પ્રેરણારૂપ બન્યુ છે.
ભારતમાં પીવીસીની ઊંચી માંગ અને ઓછા પુરવઠાને ધ્યાનમાં રાખીતા અદાણી પ્રોજેક્ટ પુરવઠા તફાવત અને આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. અદાણી ગ્રૂપ ગુજરાતમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં $4 બિલિયનથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
