ખાવડા નજીક મધરાતે 3.7ની તિવ્રતાનો ભુકંપ

કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે અને અહીં તાજેતરમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે 12:11 મિનિટે ભુજના ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં આ ચોથો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સિસમોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોએ આ આંચકાની અનુભૂતિ નહિવત અનુભવી હતી.

કચ્છમાં અનેક ફોલ્ટ લાઈનની સક્રિયતા વચ્ચે ગોરો ડુંગર સ્થિત નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ ભવિષ્યમાં મોટા ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે. આ બાબતે વિશેષ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2001ના મહાભૂકંપ બાદ છેલ્લા અઢી દાયકામાં સમયાંતરે આવતા સામાન્યથી મધ્યમ કક્ષાના ભૂકંપના આફ્ટર શોકથી જાનમાલની કોઈ નુકસાની થઈ નથી. આમ છતાં, સતત આવતા આંચકાઓથી સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

Leave a comment