રાજ્યમાં આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સોમવારે (21 જુલાઈ) 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 3.98 ઇંચ વરસાદ ખાબક્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે (21 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગર તળાજામાં 2.76 ઇંચ, સાબરકાંઠાના, તલોદમાં 2.68 ઇંચ, વડોદરાના સિનોરમાં 1.42 ઇંચ, મહીસાગરના બોલાસિનોરમાં 1.30 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.22 ઇંચ, બોટાદના બરવાળામાં 1.14 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે અમરેલીના સાવરકુંડલા, ભરૂચના ઝઘડિયા, ગાંધીનગરના માણસા, વલસાડના ઉમરગામ, ભરૂચ, હિંમતનગર, દહેગામ, અમદાવાદ સહિતના 92 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.


