15 રાજ્યોમાં કૌશલ્યવર્ધન માટે ‘સક્ષમ’ની આગેકૂચ

અદાણી જૂથ દેશના યુવાધનના સોનેરી સપનાઓ સાકાર કરી રહ્યું છે. જે યુવાઓએ શાળા-કોલેજ છોડી દીધી હતી કે અગમ્ય કારણોસર વધુ ભણી શક્યા નહતા તેમને સશક્ત બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પોતાનુ અને પરિવારનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહેલા યુવાઓને તાલીમ આપવા અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર આશાઓનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. એક અંદાજ મુજબ આ તાલીમાર્થીઓએ રોજગાર દ્વારા INR 479 કરોડથી વધુ સામૂહિક આવક ઉભી કરી છે. તે માત્ર આવક જ નથી, પરંતુ એવુ મૂલ્ય છે જે સમુદાયોમાં વહેતું થઈ રહ્યું છે.  

નવ વર્ષ પહેલાં અદાણી સક્ષમે ટકાઉ આજીવિકાના દ્રષ્ટિકોણ સાથે શરૂઆત કરી હતી. યુવાઓને કૌશલ્યથી સજ્જ કરી આજીવિકા કમાતા કરવાનું તે અભિયાન કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં પરિણમ્યું. આજે તે મુહિમ 15 રાજ્યો અને 40 થી વધુ શહેરોમાં મજબૂતીથી આગેકૂચ કરી રહી છે. પરિણામે 1,85,533 વિદ્યાર્થીઓએ કંઈક નવું કરવાની હિંમત કરી પોતે સક્ષમ અને પરિવારના કમાઉ દિકરા બન્યા છે. આ માત્ર એક સંખ્યા જ નથી તેના કરતાં પણ ઘણું છે!

એક અંતરિયાળ ગામડાની છોકરી હવે ડ્રોન પાઈલોટ બની પોતાનો વ્યવસાય ટેકઓફ કરવા તૈયાર છે. એક યુવાન માછીમાર AI માં તાલીમ પામી કલ્પના કરતાં વધુ કમાણી કરે છે. એક દૈનિક વેતનધારીનો પુત્ર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી સાથીદારોને પણ સક્ષમ બનાવે છે. અત્યાધુનિક ટેકનોલોજીની દુનિયામાં પગ મૂકી તેમણે ડ્રોન પાઈલોટ, AI, વર્ચ્યુઅલ રિયાલીટી જેવા ક્ષેત્રોમાં કાઠુ કાઢ્યું છે.

સક્ષમ માત્ર એક તાલીમ કેન્દ્ર જ નથી, તે કારકિર્દીને નવી દિશા આપનારી સંસ્થા છે. અત્યાર સુધીમાં ગુણવત્તાયુક્ત કૌશલ્ય વિકાસમાં 200 કરોડથી વધુ માનવ-કલાકોનું રોકાણ કરવામાં આવ્યું છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ફક્ત મેટ્રો શહેરો સુધી મર્યાદિત રહ્યું નહીં. તે જ્યાં સૌથી વધુ જરૂરિયાત હતી ત્યાં સુધી ગયું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચથી લઈને આજ સુધી ASDC એ એક જ વચન રાખ્યું છે. દરેક તાલીમાર્થીને રાહ ન મળે ત્યાં સુધી તેની સાથે ઊભા રહેવાનું.

સક્ષમ ફક્ત એક સીમાચિહ્નરૂપ નથી તે એક ચળવળ છે, જે સાબિત કરે છે કે જ્યારે તમે લોકોમાં રોકાણ કરો છો, ત્યારે તમે ફક્ત જીવન બદલતા નથી, તમે રાષ્ટ્રનું ભવિષ્ય પણ બદલો છો.

Leave a comment