અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે એટલે કે આજે, 9 જુલાઈએ સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83,536ની સપાટીએ બંધ થયો. નિફ્ટીમાં પણ 46 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 25,476ની સપાટીએ બંધ થયો..
સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરમાં ઘટાડો અને 13 શેરમાં તેજી રહી. ટાટા સ્ટીલ, એચસીએલ ટેક અને એલ એન્ડ ટી લગભગ 2% ઘટ્યા છે. બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચયુએલ 1.5% વધી બંધ થયા.
નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર ઘટીને અને 21 શેર વધીને બંધ થયા. NSE ના મેટલ ઇન્ડેક્સમાં 1.40%, રિયલ્ટીમાં 1.49%, ઓઇલ એન્ડ ગેસમાં 1.25% અને આઇટીમાં 0.78% ઘટીને બંધ થયા. ઓટો, એફએમસીજી, ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા હતા.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.26% વધીને 39,689ની સપાટીએ અને કોરિયાનો કોસ્પી 1.81% વધીને 3,115 પર બંધ થયો.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.09% ઘટીને 24,148 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.70% વધીને 3,497 પર બંધ થયો.
- 7 જુલાઈના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.94% ઘટીને 44,406 પર બંધ થયો. આ દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 0.92% ઘટીને 20,412 પર અને S&P 500 0.79% ઘટીને 6,230 પર બંધ થયો.
- 7 જુલાઈના રોજ, વિદેશી રોકાણકારો (FIIs) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 321.16 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 1,853.39 કરોડના શેર ખરીદ્યા હતા.
- જૂન મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 7,488.98 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 72,673.9 કરોડની નેટ ખરીદી કરી હતી.
- મે મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 11,773.25 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 67,642.34 કરોડની નેટ ખરીદી કરી હતી.
મંગળવારે (8 જુલાઈ) અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83,713ની સપાટીએ બંધ થયો. નિફ્ટી 61 પોઈન્ટ વધીને 25,523 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરો વધ્યા. ટાઇટનના શેરમાં 6%થી વધુનો ઘટાડો થયો. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં લગભગ 4% નો વધારો થયો. ઝોમેટો, એશિયન પેઇન્ટ્સ અને NTPCના શેરોમાં વધારો થયો.
નિફ્ટીના 50 શેરમાંથી 27 વધ્યા અને 23 ઘટ્યા. NSEના ફાર્મા અને હેલ્થકેર સેક્ટર ઘટાડા સાથે બંધ થયા. IT, બેંકિંગ અને રિયલ્ટી શેરો વધારા સાથે બંધ થયા.
