મીડ-ટર્મમાં ડબલ ડીજિટ ગ્રોથ દેખાતા અદાણી એનર્જીમાં તોફાની તેજીના એંધાણ

અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી, જેફરીઝે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ પર બાય’ વલણ જાળવી રાખ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 1,150 છે. બ્રોકરેજ મુજબ કંપની મધ્યમ-ગાળામાં ડબલ ડિજીટ ગ્રોથ માટે નોંધાવે તેવી શક્યતા છે.

બ્રોકરેજએ ઉમેર્યું  હતું કે, AESL પાસે રૂ. 61,600 કરોડના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ હાલમાં વાર્ષિક ધોરણે 3.6 ગણો વધારો દર્શાવે છે. જ્યારે મુંબઈમાં વિતરણ વૃદ્ધિ સ્થિર છે. વળી મુન્દ્રામાં પણ અપગ્રેડ ઓફર કરવાની ગણી ક્ષમતા છે. એટલુ જ નહીં, સ્માર્ટ મીટર્સ કમિશનિંગમાં પણ સંભવિત ગ્રોથ ભાવિ વૃદ્ધિનું મુખ્ય ચાલક બનશે.

બ્રોકરેજનો ભાવ લક્ષ્ય ગુણાંક EV/Ebitda FY27E ના 15 ગણો છે. તે પાવર ગ્રીડ કોર્પ માટે તેના  10 ગણા લક્ષ્ય EV/Ebitda મલ્ટિપલ માટે પ્રીમિયમ છે. FY25-27E માં પાવર ગ્રીડના 7% PAT CAGR ની તુલનામાં AESL માં ઊંચી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા તેમણે જણાવ્યું હતું.

બ્રોકરેજ જણાવે છે કે, નાણાકીય વર્ષ 25-27E માં અદાણી એનર્જી સોલ્યુશન્સ તેના ટ્રાન્સમિશન પોર્ટફોલિયોના અમલીકરણ અને સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન દ્વારા સંચાલિત 34% Ebitda CAGR અને 57% EPS CAGR પ્રાપ્ત કરી શકે છે. મધ્યમ ગાળામાં કંપનીનો Ebitda FY25-30E માં 2.9 ગણો વધવો જોઈએ જે પાવર ગ્રીડ માટે ફક્ત 1.5 ગણો વધ્યો હતો.

PGCIL પર AESLનું પ્રીમિયમ જાન્યુઆરી 2023 માં 991% ની સરખામણીમાં ઘટીને 50% થઈ ગયું છે. જે તેને પ્રમાણમાં આકર્ષક બનાવે છે. જોકે મુખ્ય નુકસાનના જોખમોમાં વ્યાજ દર જાળવી રાખવામાં અસમર્થતા અને બજારહિસ્સામાં ઘટાડો શામેલ છે.

જેફરીઝે ભાર મૂક્યો હતો કે કંપનીનું મૂલ્યાંકન જાન્યુઆરી 2023 ના તેના ટોચના એક વર્ષના ફોરવર્ડ EV/Ebitda કરતા 79% ડિસ્કાઉન્ટ પર છે. તેનુ અનુમાન છે કે, Ebitda ડિલિવરી ઉપર તરફ આગળ વધવી જોઈએ.

બ્રોકરેજ મુજબ કંપની FY25-30E માં તેના ટ્રાન્સમિશન ગ્રોસ બ્લોકને 2.5 ગણો વિસ્તૃત કરીવા સક્ષમ છે, ઉપરાંત આ ઇક્વિટી બેઝ પર તેના સ્માર્ટ મીટર ગ્રોસ બ્લોકને FY25 ના અંતે રૂ. 1,800 કરોડથી રૂ. 24,200 કરોડ સુધી વધારવામાં આવશે.

હાલની યોજનાઓના અમલ બાદ ચોખ્ખુ દેવું અને ઇક્વિટી ગુણોત્તર 2 ગણાની અંદર રહેવો જોઈએ. 2018 માં મુંબઈ ડિસ્ટ્રીબ્યુશન સર્કલ ખરીદવા માટે ઉછીના લીધેલા રૂ. 8,500 કરોડ ધીમે ધીમે રોકડ પ્રવાહ દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે.  

Leave a comment