જી કે જન હોસ્પિટલના તબીબોએ વરસાદી ઋતુમાં આરોગ્યની સતર્કતા માટે સૂચવ્યા ઉપાયો

~ વર્ષા ઋતુમાં  આરોગ્ય પ્રત્યે  સાવધાની વર્તવામાં આવે તો  ખુશનુમા વરસાદી મોસમને મનભરી માણી શકાય

વર્ષા ઋતુ  સમસ્ત જીવ સૃષ્ટિ અને પ્રકૃતિ માટે આહલાદક છે,છતાં ચોમાસું આરોગ્ય માટે સાવચેતીની મોસમ છે.જો આ વરસાદી વાતાવરણમાં થોડીઘણી આરોગ્યની સાવધાની વર્તવામાં આવે તો ઘણે અંશે આ ખુશનુમા મોસમની મજા માણી શકાય છે.અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબોએ આ ઋતુને માણવા સ્વસ્થ રહેવાના ઉપાયો બતાવ્યા છે.

તબીબોએ આ સંભાળ ત્રિસ્તરીય બનાવી આપ્યા છે.વરસાદ શરૂ થવાની સાથે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે.પરિણામે વાયરસ,બેક્ટેરિયા,માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે.જો જરાપણ લાપરવાહ થવાય તો મેલેરિયા, ડેંગ્યૂ થી લઈ પેટની બીમારી થાય છે.

તબીબોએ કહ્યું કે,પ્રથમ તો ભોજન અને પાણી સ્વચ્છ રાખવા,દૂષિત પાણીના કારણે સર્જાતા ત્વચા અને પેટના, ડેંગ્યૂ તેમજ ચિકનગુનિયાથી બચવાનું છે.વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે,દિવસે તાપમાનમાં ઘટાડો -વધારો, ભેજ અને વાદળછાયા વાતાવરણને લીધે ભોજન જલ્દી ખરાબ થઈ જાય છે.માટે ખાવા પીવામાં સતર્ક રહેવું જરૂરી છે.પીવાનું પાણી સ્વચ્છ હોવા સાથે કયા સ્રોતથી આવે છે એ પણ ચોકસાઈ આવશ્યક છે.

વરસાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.જેથી બીમારી સામે સાવધાની વર્તવાની ખૂબ જરૂરી છે.મચ્છરથી મેલેરિયા ડેંગ્યૂ અને ચિકનગુનિયા થઈ શકે છે. ચિકનગુનિયાથી સાંધામાં સખત દુખાવો થાય છે.જે મહિના સુધી ચાલી શકે છે. ડેંગ્યૂ જેવા રોગમાં કેટલીક વાર ICU જેવી સારવાર પણ આપવી પડે છે. ભેજવાળા વાતાવરણમાં પૂરા સુકાયેલા કપડાં પહેરવા નહીતો ફંગસ ,એલર્જી,ખંજવાળ થઈ શકે છે

ચોમાસામાં લેવાની થતી કાળજી:

વરસાદના દિવસોમાં સ્વચ્છ પાણી પીવું. ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું. ઘરની બહાર અને અંદર જરૂરી સફાઈ કરવી. વાસી ખોરાક ખાવાનું ટાળવું. બજારુ ખોરાકથી દૂર રહેવું. કાપેલા ફળ ઉપર માખીઓ બેસતી હોવાથી તેનો ઉપયોગ બિલકુલ ટાળવો.  પાણી ઉકાળીને પીવું. ઘરની બહાર કુંડા કે  કુલરમાં પણ પાણી જમા ન થવા દેવું. ઝાડા ઉલટી થાય તો ડિહાઇડ્રેશન ન થાય તેની ખાસ સંભાળ રાખવી. મચ્છરોથી બચવા પૂરું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા અને મચ્છરદારીનો ઉપયોગ કરવો.

Leave a comment