~ ભુજની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓએ હેલ્થ કેર સિસ્ટમનું કર્યું પ્રત્યક્ષ દર્શન
~ અદાણી ગ્રુપના વડા શ્રી ગૌતમ અદાણીના જન્મ દિવસ ૨૪મી જૂનથી અદાણી સંચાલિત GAIMS જી કે જન. હોસ્પિ.દ્વારા નવતર અને રાજ્યના પ્રથમ પ્રયોગનો પ્રારંભ
કચ્છ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૧ -૧૨માં ભણવાની સાથે મેડિકલ જગતમાં પદાર્પણ કરવાના સોણલા જોતાં છાત્રોએ સેવેલા સ્વપ્નોને ઊંચી ઉડાન તેમજ તેમને યોગ્ય “દિશા”(ડિસીસીવ એક્સપીરિયન્સ ટુ એક્સપ્લોર એન્ડ સ્ટીમ્યુલેટ હેલ્થકેર એકેડેમીકસ)અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ આપશે.
અદાણી જૂથના સૂત્રધાર શ્રી ગૌતમ અદાણીના જન્મ દિવસ ૨૪મી જૂનથી “દિશા”નામના આ પ્રોજેક્ટના શ્રી ગણેશ કરવા થયા છે. અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશી આ પ્રોજેક્ટના સ્વપ્ન દૃષ્ટા છે અને મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો નરેન્દ્ર હિરાણી તથા ડીન ડો.એ.એન.ઘોષે આ કાર્યક્રમને મૂર્તિમંત કરવાનો શુભારંભ પણ કરી દીધો છે.
ભુજ સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળાના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુદા જુદા વિભાગોની મુલાકાતે લઈ જઈ તેમને પ્રોફેસરોથી માંડીને,ઓપીડી તેમજ સંલગ્ન શાખામાં કાર્યરત શૈક્ષણિક અને સારવાર સિસ્ટમ જાતે નિહાળતા તેમના તબીબ બનવાના સ્વપ્નોને નક્કર દિશા મળી હતી.ઉપરાંત છાત્રોને કારકિર્દી માટે માર્ગદર્શન પણ આપવામાંઆવ્યું હતું.
૧૨ માં ધોરણ પછી, મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લઈ જે બાબત સમજી શકે એ અનુભતિ ભણતર પહેલા જોવા મળી છે તે અમારા માટે ગૌરવની બાબત છે, તેઓ પ્રતિભાવ વિધાર્થીઓએ આપ્યો હતો.આ શાળા બાદ કચ્છની તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તબક્કાવાર આવરી લેવાશે એમ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું.
સંભવતઃ આ અનોખો પ્રયોગ સમગ્ર ગુજરાતમાં પ્રથમ હોવાનું પણ જણાવ્યું હતું.
