~ અદાણી ગ્રુપના ચેર પર્સન શ્રી ગૌતમ અદાણીના જન્મ ના માસ જૂને એક ખાસ ઝુંબેશ તરીકે લઈ વિવિધ કેમ્પનું કરાયું આયોજન
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા વીતેલા માસ દરમિયાન અદાણી જૂથના ચેર પર્સન શ્રી ગૌતમ અદાણીના જન્મદિન નિમિત્તે સમગ્ર જૂન માસને રક્ત એકત્રીકરણ ઝુંબેશ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન કચ્છમાં આ ગ્રુપના નેજા હેઠળ પ્રસ્થાપિત વિવિધ ઉદ્યોગ ગૃહો અંતર્ગત બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું અને માસ દરમિયાન કુલ ૧૭૭૪ યુનિટ અર્થાત ૬.૨૧ લાખ સી.સી.રક્ત મેળવવામાં આવ્યું હોવાનું બ્લડબેંકના હેડ ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું.
આ જ વિભાગના આસિ.પ્રો.અને ડો.સુમનબેન ખોજાએ કહ્યું કે,જી.કે. માં સામાન્ય રીતે બ્લડબેંકના તબીબો અને સ્ટાફ રક્ત સંગ્રહની કામગીરી કરે છે,પરંતુ જૂન માસના રક્ત મેળવવા આદરેલી ઝુંબેશમાં જી.કેના તબીબો,પ્રોફેસર્સ,રેસિડેન્ટ્સ અને વહીવટી સ્ટાફે ભાગ લઈ રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઝુંબેશ જી.કે. માં સતત એક પખવાડિયા માટે રાખવામાં આવી હતી અને તબક્કાવાર રક્ત દાતાઓએ બ્લડબેંકના ઇન હાઉસમાં રક્તદાન કરી ૨૬૬ યુનિટ રક્ત આપ્યું હતું.
બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે,ગત માસમાં કુલ ૧૭૭૪ યુનિટ રક્તનો સંગ્રહ કરવામાં ઓલ કાર્ગો ટર્મિનલ લિમિટેડ મુન્દ્રા ઉપરાંત જુદા જુદા અદાણી જુથના ઉદ્યોગ ગૃહો જેવાકે, અદાણી વીલમાર,અદાણી પેટ્રો કેમિકલ,સિટી ટર્મિનલ,અદાણી હાઉસ અને અદાણી પાવરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ભુજની એસ.બી.આઈ. મુખ્ય બ્રાંચ,ઇન્ડિયન એર ફોર્સ અને માંડવી સી.એચ.સી. નો સમાવેશ થાય છે.
