અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે આજે, સોમવાર, 30 જૂન, સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 83,606 પર બંધ થયો. નિફ્ટી પણ 121 પોઈન્ટ ઘટીને 25,517 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 12માં તેજી અને 18 ઘટ્યા. ટ્રેન્ટના શેર 3.10% વધ્યા, BEL અને SBI પણ 2% સુધી વધ્યા. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને મારુતિના શેર 2% થી વધુ ઘટ્યા હતા.
નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 31 શેરો ઘટ્યા. NSEના સરકારી બેંકોના ઈન્ડેકસમાં 2.66% નો વધારો થયો. ફાર્મા, IT, મીડિયા અને હેલ્થકેરમાં પણ 1% નો વધારો થયો. બીજી તરફ, પ્રાઈવેટ બેંકો, રિયલ્ટી અને ઓટોમાં 1% સુધીનો ઘટાડો થયો.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 1.64% વધીને 40,810 પર અને કોરિયાનો કોસ્પી 0.67% વધીને 3,076 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.63% ઘટીને 24,132 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.20% વધીને 3,431 પર કારોબાર કરી રહ્યો છે.
- 27 જૂનના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 1% વધીને 43,819 પર બંધ થયો. જ્યારે, નેસ્ડેક કમ્પોઝિટ 0.52% વધીને 20,273 પર અને S&P 500 0.52% વધીને 6,173 પર બંધ થયો.
- 27 જૂનના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,397.02 કરોડના શેર ખરીદ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 588.93કરોડના શેર વેચ્યા હતા.
- જૂન મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં ₹8,320.48 કરોડની નેટ ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ ₹69,176.47 કરોડની નેટ ખરીદી કરી છે.
- મે મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 11,773.25 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 67,642.34 કરોડની નેટ ખરીદી કરી હતી.
બાયોલોજીકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની, ઇન્ડો ગલ્ફ ક્રોપસાયન્સિસનો IPO ગુરુવાર, 26 જૂનથી ખુલ્યો છે. રોકાણકારો 30 જૂન સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 3 જુલાઈના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, એટલે કે શુક્રવાર, 27 જૂને, સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84,059 પર બંધ થયો. નિફ્ટી પણ 89 પોઈન્ટ વધીને 25,638 પર પહોંચ્યો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 ઘટ્યા. એશિયન પેઇન્ટ્સના શેરમાં 3.1%નો ઉછાળો નોંધાયો. આ દરમિયાન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવર ગ્રીડ સહિત કુલ 11 શેરોમાં 1%થી વધુનો ઉછાળો નોંધાયો. એક્સિસ બેંક અને એટરનલના શેરમાં 1%નો ઘટાડો નોંધાયો.
નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરો વધ્યા અને 20 શેરો ઘટ્યા. NSEના તેલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ 1.19% નો વધારો જોવા મળ્યો. ફાર્મા, મેટલ અને હેલ્થકેર પણ વધીને બંધ થયા. રિયલ્ટીમાં 1.55% નો ઘટાડો થયો.
