જીકે જનરલ હોસ્પિટલ ના ત્વચા વિભાગ દ્વારા વિશ્વ વિટિલિગો ડે ઉજવાયો

~ શરીરમાં સફેદ દાગ પૂર્વજન્મના કર્મોના ફળ નથી કે નથી શ્રાપ

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના ચામડી વિભાગ દ્વારા ૨૫મી જૂન વિશ્વ વિટિલિગો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  સફેદ દાગ સામે લોકોમાં જાગૃતિ આવે એ માટે પોસ્ટર્સ નિદર્શન અને ત્વચા વિભાગના તબીબી વિધાર્થી વચ્ચે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં પોસ્ટર મારફતે એવો સંદેશો વહેતો કરાયો હતો કે,સફેદ દાગ કે કોઢ સામાજિક કલંક નથી.સ્પર્શથી આ રોગ ફેલાતો નથી તેથી ચેપી નથી. તેથી છુઆ છૂત જેવા ભેદભાવ રાખવાની જરૂર નથી. ખાવા પીવાથી પણ થતો નથી. પૂર્વ જન્મના કર્મોના ફળ નથી કે નથી શ્રાપ.વ્યક્તિની ત્વચાનો રંગ ભલે મૌલિક ન હોય પણ  તેમના જીવનમાં અસલી રંગ ભરી દઈ, સમાજની સ્વીકૃતિ જેવા સૂત્રો મારફતે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ માટે સ્કિન વિભાગના હેડ ડૉ.દેવેન્દ્ર પરમાર,ડો.જૂઈ શાહ, .ઐશ્વર્યા રામાણી, ડો.ટ્વિંકલ રંગનાની સહિતના તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું.

Leave a comment