ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ભારતથી મિડલ ઈસ્ટમાં આવતી-જતી ફ્લાઇટ્સને અસર થઈ રહી છે. વધતા તણાવ અને એરસ્પેસ બંધ થવાને કારણે, અત્યાર સુધીમાં 60થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટથી 48 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાંથી 28 ફ્લાઇટ્સ દિલ્હી આવવાની હતી અને 20 ફ્લાઇટ્સ દિલ્હીથી રવાના થવાની હતી.
જયપુર એરપોર્ટથી 6 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. જેમાં મિડલ ઈસ્ટ જતી અને આવતી દરેક 3 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. UAE-કતાર એરસ્પેસ બંધ થવાને કારણે લખનઉ એરપોર્ટથી અબુ ધાબી અને શારજાહ જતી 2 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. અમૃતસર એરપોર્ટથી દુબઈ જતી ફ્લાઇટ SG-55 પણ રદ કરવામાં આવી છે.
ખરેખરમાં, સોમવારે રાત્રે, ઈરાને તેના પરમાણુ ઠેકાણાઓ પરના હુમલાનો બદલો લેવા માટે કતારમાં યુએસ અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર 6 મિસાઇલો ઝીંકી હતી. આ પછી, કતાર, બહેરીન, યુએઈ, ઇરાક અને કુવૈતે તેમની એરસ્પેસને બંધ કરી છે.
- ઇન્ડિગો- મિડલ ઈસ્ટમાં એરપોર્ટ ફરી ખુલી રહ્યા હોવાથી, અમે તે રૂટ પર સાવધાનીપૂર્વક અને ધીમે ધીમે અમારી સેવાઓ ફરી શરૂ કરી રહ્યા છીએ. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. મુસાફરોની સુરક્ષા માટે અમે સલામત રૂટ પસંદ કરી રહ્યા છીએ.
- સ્પાઇસજેટ – મિડલ ઈસ્ટની એરસ્પેસ બંધ થવાને કારણે કેટલીક ફ્લાઇટ્સમે અસર થઈ શકે છે.
- અકાસા એર – વર્તમાન પરિસ્થિતિને કારણે, મિડલ ઈસ્ટ તરફ જતી અને આવતી અમારી ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. બધી ફ્લાઇટ્સ ફક્ત સુરક્ષિત એરસ્પેસમાં જ ચલાવવામાં આવશે.
રવિવારે ઇઝરાયલથી 160 ભારતીયોને લઈને જોર્ડન જઈ રહેલી ફ્લાઇટને નવી દિલ્હી પરત ફરતી વખતે કુવૈત ડાયવર્ટ કરવામાં આવી હતી કારણ કે ઇરાનના અમેરિકન બેઝ પર હુમલાને કારણે અનેક એરસ્પેસ બંધ છે.
સોમવારે બપોરે 2:30 વાગ્યે અમ્માનથી કુવૈત અને પછી દિલ્હી માટે રવાના થયેલી ફ્લાઇટ નંબર J91254, 22 જૂનના રોજ ઈરાની હુમલાઓ પછી અધવચ્ચે જ ડાઈવર્ટ કરીને કુવૈત પરત ફરવું પડ્યું.
કતારમાં યુએસ મિલિટરી બેઝ પર ઈરાનના હુમલા બાદ એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તેની બધી ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત કરી દીધી છે. એરલાઈને કહ્યું કે અમારી પાસે કતાર માટે બીજી કોઈ ફ્લાઇટ્સ નથી અને કતારમાં કોઈ વિમાન ગ્રાઉન્ડેડ નથી.
એર ઇન્ડિયા એક્સપ્રેસની કતારની રાજધાની દોહા માટે વીકલી 25 ફ્લાઇટ્સ છે. તે કન્નુર, કોચી, કોઝિકોડ, મેંગલુરુ, તિરુવનંતપુરમ અને તિરુચિરાપલ્લીથી દોહા માટે સીધી સેવાઓ આપે છે. આ ઉપરાંત, એરલાઇન દોહાથી 8 વન-સ્ટોપ ડેસ્ટિનેશન ધરાવે છે – બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે.
