અદાણી મેડિ.કોલેજમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના અને કોલેજના પ્રાંગણમાં આવેલા એનાટોમી ગાર્ડનમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

મેડિકલ કોલેજના યોગ નિષ્ણાત અને આયુષમાન મંત્રાલયના ડિગ્રી ધારક તેમજ ઓર્થો રેસિ.ડો. કુંદ મહેતાએ મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ચીફ મેડિ.સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, કોલેજના ડીન ડો.એ.એન.ઘોષ, આસી.ડીન ડો.અજીત ખીલનાની, આસી.મેડિ.સુપ્રિ. ડો.વિવેક પટેલ સાથે એમ.બી.બી.એસ.ના વિધાર્થીઓ, તબીબો, અધિકારીઓ, કર્મચારીઓને યોગ કરાવ્યા હતા. ગેઈમ્સમાં લાગલગાટ ૧૧ દિવસ સુધી તમામને યોગના પાઠ ભણાવી  ૨૧મી જૂને આ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

Leave a comment