ભુજના સ્મૃતિવન ગ્રાઉન્ડ માં આજે 11 માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યોગ અભ્યાસ સાથે ઉજવણી કરવા આવી હતી. સેંકડો લોકોએ એક સાથે યોગ કર્યા હતા. રાજ્ય યોગ બોર્ડ ના જિલ્લા કન્વીનર સંતરામ સાબ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોગ કરાવવામાં આવ્યા હતા. કચ્છ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા સરકારી અધિકારીઓ ભુજ ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં જીડાઈ યોગાભ્યાસ કર્યો હતો.
રાપર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલાના વડપણ હેઠળ કરવા મા આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ચાંદ ભાઇ ભીંડે તાલુકા વિકાસ અધિકારી વાઘેલા બાંધકામ વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેર એસ.પી રામજીયાણી નાયબ મામલતદાર બી.કે.કોરાટ એસ.ઓ.કલપેશ કાલરીયા પ્રતાપ પરમાર મહેશ સુથાર સીડીપીઓ કાજલબેન પ્રજાપતિ પીજીવીસીએલ ના નાયબ ઈજનેર એ.બી .પ્રજાપતિ સરસ્વતી કન્યા વિદ્યાલય ના આચાર્ય ગંગા બેન ગુરુકુળ ના આચાર્ય રાવતસિંહ ગોહિલ .રાજન મહારાજ સહિત શિક્ષકો આરોગ્ય નગરપાલિકા મહેસુલ બાંધકામ પંચાયત સહિત ના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શાળા ના વિધાર્થીઓ તથા વરિષ્ઠ નાગરિકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ અંગે ના ફાયદા તથા યોગ ખઈ રીતે કરવા સહિતની સમજણ અને માહિતી આપવામાં આવી હતી.
લખપત તાલુકાના દયાપરમાં આવેલ પીએમ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે વિદ્યાલયના ગ્રાઉન્ડમાં તાલુકા મામલતદાર સલીમ એ ડોડીયા, એન.એસ પરમાર, તેમજ પાટીદાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે દયાપર પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડીના સભ્યો દ્વારા સૂર્ય નમસ્કાર સાથે વિવિધ પ્રકારના યોગો કરવામાં આવ્યા હતા.
આજ રોજ સવારે 6 વાગ્યાથી “આહિર બોર્ડિંગ” અંજાર મધ્યે નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી અને અંજાર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પતંજલી યોગ સમિતિ અને કચ્છ આહિર બોર્ડિંગના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ગીતુ કટારીયા, સીમા ઠક્કર અને યોગ શિક્ષક શિવાંગી કાતરીયા દ્વારા ઉપસ્થિત સૌને યોગ તથા આસન કરાવ્યા હતા. છેલ્લે રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કચ્છ પતંજલી યોગ સમિતિના પ્રમુખ દિનેશભાઈ સી. ઠક્કરે કર્યા હતા.જેમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ,નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણી, નાયબ કલેકટર સુરેશભાઈ ચૌધરી, હેલ્થ ઓફિસર ડો. રાજીવભાઈ અંજારિયા, યોગીક ક્રિયામાં જોડાયા હતા. ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા અને કચેરી અધિક્ષક ખીમજી પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નરશીભાઈ દાવા, રશ્મિન ભીંડે, જીતેન્દ્રભાઈ જોશી, પ્રકાશભાઈ રોશિયા, દેવેન કનકચંદ્ર વ્યાસ, જીગ્નેશભાઈ ગૌસ્વામી, ધવલભાઇ થરાદરા, મયુર હેરમાં, સાવન પંડ્યા, ગુંજન પંડયા, કિશનભાઇ પ્રજાપતિ, ખેરાજભાઈ મહેશ્વરી, વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા નજીક આવેલ છાડુરા ગામે તાલુકા કક્ષા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી કે જે વાઘેલા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, ગામના સરપંચ, પોલીસ સ્ટાફ, વી એલ હાઇસ્કુલ શિક્ષકગણ, છાડુરા પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
