વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી.
વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2121 લોકોએ ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. યોગમાં અત્યાર સુધીમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોધાયો છે.
સી.એમએ જણાવ્યું કે, યોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. યોગ સંયમ અને આત્મ જાગૃતિ શીખવે છે. PMએ પાછલા 11 વર્ષમાં લોકોના સ્વાસ્થની કાળજી લીધી, મન કી બાતમાં મેદસ્વીતા વિશે વાત કરી હતી. આ
મુખમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, PM મોદીએ 2015થી દુનિયાના તમામ દેશોને યોગ કરતા કર્યા. PMએ સમજાવ્યું કે માત્ર યોગએ વ્યાયામ નહી જીવન જીવવાની કળા છે.
મુખમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીની જન્મ ભૂમિ પરથી સૌને યોગ દિવસની શુભેચ્છા. PM મોદીએ યોગ સંસ્ક્રુતિને વિશ્વમાં ઓળખ અપાવી છે.
