જી કે જન હોસ્પિ.ના યોગ નિષ્ણાત ને  ઓર્થો રેસિ.ડો.એ યોગની જેમ ગણાવ્યા નૃત્યના આરોગ્યલક્ષી ફાયદા

~ યોગ અને નૃત્ય પરસ્પર પૂરક હોવાથી બની શકે છે સ્વાસ્થ્યનો આધાર

યોગ એટલે જોડાણ, પછી તે શરીરનું મનથી હોય કે પછી આત્માનું પરમાત્મા સાથે. કર્મરૂપી યોગમાં યોગી એકરૂપ થઈ જાય તો, જીવને આનંદ આપે છે.એટલેજ યોગના જાણકારો કહે છે કે,નૃત્યમાં નૃત્યકાર ખોવાઈ જાયતો નૃત્ય પણ એક યોગનું સ્વરૂપ બની જાય છે.તેમાંય શાસ્ત્રીય નૃત્ય તો યોગનો એક પ્રકાર જ છે.

અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના ભારત સરકારના આયુષ મંત્રાલયના યોગની લેવલ -૩ની ડિગ્રી પ્રાપ્ત અને “સ્વામી અંતર નૃત્ય” ઓર્થો વિભાગના રેસિ.ડો. કુંદ મહેતાએ કહ્યું કે, નૃત્ય અને યોગ બંનેમાં મુદ્રા મહત્વની છે.બંનેમાં લય મહત્વની છે.બંનેમાં શ્વાસ ઉપર નિયંત્રણ જરૂરી છે.તેમણે દેવાધિદેવ અને આદિયોગી શિવના નટરાજ અને તાંડવ નૃત્યનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે,તે યોગ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે.

યોગનો અંતિમ ધ્યેય તો આરોગ્ય જ છે.વર્તમાન યુગમાં જો યોગના સ્વરૂપને નૃત્ય સાથે જોડવામાં  આવે તો સંપૂર્ણ સ્વાસ્થ્યનું સ્વરૂપ બની શકે છે, કેમકે યોગમાં જેમ વિભિન્ન નૃત્ય કરીને શારીરિક માનસિક   લાભ મળે છે તેમ નૃત્યમાં પણ મળી શકે છે.

જેમ યોગમાં અનેક મુદ્રાઓ છે, એમ નૃત્ય પણ મુદ્રાથી અભિવ્યક્ત થાય છે.આંખોનો સૂક્ષ્મ પ્રયોગ આંખને સ્વસ્થ બનાવે છે. ગર્દન ઘુમાવવાથી સુડોળ અને તકલીફ રહિત બને છે.ભાવનાને ઉજાગર કરવા મસ્તકને ઘુમાવાય છે,પરિણામે સ્પોન્ડિલાઇટિસ જેવા રોગથી બચી શકાય છે. કટી,આસન,અર્ધચક્ર,પૂર્ણચક્ર કથક વિગેરે પૂર્ણ વ્યામનો જ પ્રકાર હોવાથી,બી.પી.સુગર,હૃદયરોગ સામે રક્ષણ આપે છે.

તબીબના જણાવ્યા મુજબ યોગની જેમ નૃત્યથી પણ કોલેસ્ટ્રોલ નિયંત્રણ, શારીરિક મુદ્રાઓમાં સુધાર, શરીરમાં સંતુલન અને લચીલાપણું, માંસપેશીઓમાં મજબૂતી સાથે તાકાત, વજન નિયંત્રણ અને મનને પ્રસન્ન રાખવા એડોરફીન નામનું હોર્મોન પણ ઉત્પન્ન થતું હોવાથી શરીરને સહાયક બને છે. સાથે સાથે આંગળીના પરસ્પર દબાણથી એક્યુપ્રેશર અને હોર્મોન અસંતુલનથી મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મ તેમજ થાઇરોડની સમસ્યા પણ સુધારે છે. ઉપરાંત એકાગ્રતા વધે છે અને ડિમેન્શિયા દૂર થાય છે.

Leave a comment