સ્વસ્થ જીવન માટે પોલીસ કર્મીઓનો યોગાભ્યાસ

પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે પોલીસ કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કર્મચારીઓને યોગાસન અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી.

કચ્છ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સંત રામદાસે યોગાસનની તાલીમ આપી હતી. તેમણે પોલીસ કર્મચારીઓને અનિયમિત જીવનશૈલી અને ઓછી ઊંઘના કારણે થતી બીમારીઓથી બચવા માટે ખાસ યોગાસનો શીખવ્યા. આ કાર્યક્રમ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હેડક્વાર્ટર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.રાતડા સહિત મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો.

Leave a comment