કંડલા પોર્ટ પર કસ્ટમ હવલદારે પ્રતિ ટ્રક ₹50ની લાંચ લેતા ઝડપાયો

કંડલા પોર્ટ ખાતે કસ્ટમ વિભાગના હેડ હવલદાર જિગ્નેશ કેશવજી બળીયા લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના 19 જૂન ના રોજ સાગર સેના હનુમાન મંદિર સામેના રોડ પર, કંડલા પોર્ટ ખાતે બની હતી.

ફરિયાદી એક કંપનીના ઓપરેશન ઇન્ચાર્જ છે. તેમની કંપની પોર્ટ પરથી માલસામાનની આયાત-નિકાસ કરે છે. આરોપી જિગ્નેશ બળીયા દરેક ટ્રક દીઠ 50 રૂપિયાની લાંચની માંગણી કરતો હતો. કુલ 197 ટ્રકોની ક્લિયરન્સ માટે 9,850 રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં આરોપીએ પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી અને રંગેહાથ પકડાયો. આ કાર્યવાહી એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

Leave a comment