ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડબ્રેક ધસારો

રાજપીપળાના એકતાનગર ખાતે આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં એક લાખ વધુ છે.

વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 2.75 કરોડ પ્રવાસીઓએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે. વેકેશનના અંતિમ શનિ-રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

41થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. SOU સત્તામંડળ દ્વારા કેનોપી વોકવે, પીવાના પાણીની વ્યવસ્થા, એસી બસ અને એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

SOU નર્મદાના CEO અમિત અરોરાએ જણાવ્યું કે, પ્રવાસીઓને મુક્ત મને ફરવાનો આનંદ મળે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવાર સાથે આવતા પ્રવાસીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જે પહેલાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ હવે એકતાનગરની મુલાકાતે આવી રહ્યા છે. એક વાર આવનાર પ્રવાસીઓ વારંવાર આવવાનું પસંદ કરે છે.

Leave a comment