અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલતી નમો ભારત ટ્રેન વધુ બે સ્ટેશનો પર પણ ઊભી રહેશે

ભુજની મુલાકાત લેવાનો પ્લાન કરી રહેલા મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલતી નમો ભારત રેપિડ રેલ હવે સોમવારથી (9 જૂન) પ્રાયોગિક આધારે વધુ બે સ્ટેશન-આંબલી રોડ અને સાણંદ સ્ટેશન પર રોકાશે. 

પશ્ચિમી રેલવે અનુસાર ભુજ જતી ટ્રેન સાંજ 5:45 વાગ્યે આંબલી રોડ પર રોકાશે અને સાંજ 5:50 વાગ્યે રવાના થશે, ત્યારબાદ સાણંદ પહોંચશે, જ્યાં તે સાંજે 5:59 વાગ્યે પહોંચશે અને સાંજે 6:01 વાગ્યે રવાના થશે.

વાપસી યાત્રા પર ભુજથી અમદાવાદ જતી ટ્રેન સંખ્યા 94802 સવારે 9:48 વાગ્યે સાણંદ પહોંચશે અને સવારે 9:50 વાગ્યે રવાના થશે. સવારે 9:59 વાગ્યે આંંબલી રોડ પર રોકાશે અને સવારે 10:01 વાગ્યે રવાના થશે.

Leave a comment