અદાણિ ફાઉન્ડેશન દ્વારા કચ્છ ના વિવિધ વિસ્તારોમાં આજ સુધી 35 એકર જમીન માં ૮૯૦૦૦ થી વધુ વૃક્ષો નું ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું

~ હરિત પર્યાવરણ ની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત ઘનિષ્ઠ વનીકરણ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા પેટ્રોકેમીકલ લિમિટેડના સહયોગથી, સમુદાયની ભાગીદારી અને પર્યાવરણની ટકાઉતા પર ભાર મૂકતા એક મહત્વપૂર્ણ વનીકરણ કાર્યક્રમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવાના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા આદરણીય શ્રી ગૌતમભાઈ અદાણીના દ્રષ્ટિકોણ મુજબ, 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્ય છે. આ દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે આદરણીય ડો.પ્રીતિબેન અદાણીનો સહકાર અને પ્રેરણા અદાણી ફાઉન્ડેશન માટે આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક મોટું આધાર છે. જેમના નેતૃત્વ હેઠળ હરિત પર્યાવરણ ની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણિ ફાઉન્ડેશન દ્વારા કચ્છ ના વિવિધ વિસ્તારોમાં આજ સુધી 35 એકર જમીન માં ૮૯૦૦૦ થી વધુ વૃક્ષો નું ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું છે. જ્યાં માત્ર વૃક્ષો નું વાવેતર નહીં પણ ઉછેર અને માવજત કરવામાં આવે છે. ત્રણ વર્ષ ના માવજત ની જવાબદારી, ટપક સિંચાઇ પદ્ધતિ અને ગ્રામજનો ની ભાગીદારી થી શરૂ કરાયેલ આ નવું સાહસ આજે તેના સુંદર પરિણામ નું સાક્ષી બન્યું છે. આ વનીકરણ અનેક જીવો, વિદેશી અને સ્થાનિક પક્ષીઓ, સરિસૃપો અને સસ્તન વર્ગ ના પ્રાણીઓ માટે રહેઠાણ બન્યું છે.

આ સાહસ ને વેગ આપતા આ વર્ષે પણ લગભગ ૪૦ એકર માં ૪૫૦૦૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવા અદાણી ફાઉન્ડેશન તત્પર છે. જેની શરૂઆત આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે દેશલપર કંઠી માં કરવામાં આવ્યું. ૧૦ એકર માં ૩૦૦૦ વૃક્ષો ના વાવેતર દ્વારા આ ગામ નો બીજો અદાણી વન અહી તૈયાર થઈ રહ્યો છે જ્યારે અગાઉ પણ ૧૧,૦૦૦ વૃક્ષો ના વાવેતર સાથે બનાવેલો અદાણી વન આજે અનેક જીવો ને આશ્રય આપી રહ્યો છે અને પર્યાવરણ સંતુલન માં ભાગ ભજવી રહ્યું છે.

આ સત્કાર્ય માં અદાણી ફાઉન્ડેશન નું મનોબળ વધારવા  અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિત શાહ સાહેબ, ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહ, માડી માતાજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને ગ્રામ આગેવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રક્ષિત શાહ સાહેબે આ પ્રોજેકટ ને બિરદાવતા ગ્રામજનોનો આભાર માનતા જણાવ્યુ કે, માત્ર આપ સૌના સહકારથી આજે અહીં ગાઢ વન લહેરાઈ રહ્યું છે. મોમાઈ મા ટ્રસ્ટ દ્વારા અદાણી ફાઉન્ડેશનની વૃક્ષારોપણની કામગીરી બિરદાવતા રક્ષિત શાહ સાહેબનું સન્માન કરવામાં આવ્યું. સીએસઆર હેડ પંક્તિબેન શાહે જણાવ્યું કે, દરેક કાર્યમાં સફળતા ત્યારે જ મળે જ્યારે સૌનો સાથ અને સહકાર મળે. પર્યાવરણના આ ભગીરથ કાર્યમાં દેસલપર ના ગ્રામજનો અને મોમાઈ મા ટ્રસ્ટનો ખૂબ સાથ સહકાર અમને મળ્યો છે. અમે આપ સૌનો ખૂબ આભાર માનીએ છીએ.

Leave a comment