અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલ મારફતે વીતેલા માસ દરમિયાન ઓપરેશન સિંદૂરને અર્પણ રક્તદાનની થીમ ઉપર આયોજિત જુદા જુદા ૧૦ કેમ્પ અને હોસ્પિટલની બ્લડ બેન્કના ઇન હાઉસમાં છેલ્લા ૫ મહિનામાં સૌથી વધુ ૧૦૮૨ બોટલ એટલે કે ૩.૭૮ લાખ સી.સી.રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
જ્યારે જૂન માસ દરમિયાન અદાણી જૂથના ચેરપર્સન શ્રી ગૌતમ અદાણીના જન્મદિન નિમિતે વિવિધ તબક્કે રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
હોસ્પિટલના બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા રક્તદાન ઝુંબેશમાં ૯૩૨ પુરુષો અને ૧૫૦ મહિલાઓએ રક્તદાન કર્યું હતું.મે માસમાં યોજાયેલા કેમ્પમાં ૯૪૭ અને ઇન હાઉસમાં ૧૩૫ બોટલ મેળવવામાં આવી હતી.
આ બ્લડનો ઉપયોગ સૌથી વધુ થેલેસેમીયાના દર્દીઓ અને ઇમરજન્સીમાં અને ગાયનેક વિભાગમાં કરવામાં આવ્યો હતો. રક્તદાનને કારણે જ અત્રેની હોસ્પિટલમાં તાકીદના સંજોગોમાં દર્દીઓને જીવતદાન પણ મળ્યું હતું,જેનો સીધા યશના ભાગીદાર રક્તદાતાઓ છે એમ બ્લડબેંકના ડો. સુમન ખોજાએ કહ્યું હતું.
બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે યોજાયેલા ૧૦ કેમ્પની વિગતો આપતા ઉમેર્યું કે,કચ્છ યુવક સંઘ,રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર,લાયન્સ ક્લબ અને પોલીસ વિભાગ,બીજેપી અને ભારત વિકાસ પરિષદ દ્વારા રાજપૂત ક્ષત્રિય સમજવાડી ખાતે,બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ,શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપર,નીરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ,જે.કે.ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ અને પાટીદાર યુવક મંડળ રામપર રોહાના રક્તદાતાઓએ ઓપરેશન સિંદૂરના ઉપક્રમે રક્તદાન કરી, દેશદાઝનો પરિચય આપ્યો હતો.
એ જ પ્રકારે જૂનમાં જી.કે.જનરલ હોસ્પિટલ,ઓલ કાર્ગો મુન્દ્રા,એર ફોર્સ નલિયા અને વિવિધ સ્થળોએ અદાણી ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાશે.
