સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી

સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિકારીઓના પરિવારોનું ઈન્ટરવ્યુ લેવાનું ટાળો.’

એડવાઈઝરીમાં વધુમાં કહેવાયું છે કે, ‘જ્યાં સુધી સત્તાવાર રીતે પગવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી, રહેણાંક સરનામાં, પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અથવા જાહેર હિતમાં ન હોય તેવી અન્ય બિન-કાર્યકારી માહિતી સહિતની વ્યક્તિગત વિગતો પ્રકાશિત અથવા પ્રસારિત કરવાનું ટાળો.’

મંત્રાલયે અડવાઈઝર જારી કરવાનું કારણ જણાવતા કહ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર જેવા ચાલી રહેલા ઓપરેશનના સંદર્ભમાં વાત કરીએ તો, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમની નેતૃત્વની ભૂમિકાઓને કારણે લોકોની નજરમાં આવ્યા છે. મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, આ અધિકારીઓનું સતત કવરેજ વ્યાવસાયિક કવરેજની હદથી આગળ વધી ગયું છે, જે અધિકારીઓ અને તેમના પરિવારોના અંગત જીવન સુધી પહોંચી ગયું છે. મીડિયાના કર્મચારીઓ કથિત રીતે તેમના નિવાસસ્થાનની મુલાકાતે આવ્યા હતા અને તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, કવરેજ વ્યક્તિગત મુદ્દાઓ પર કરવામાં આવ્યું હતું, લશ્કરી અધિકારીઓના પરિવારો સાથેના સત્તાવાર મુદ્દાઓ પર નહીં.’

Leave a comment