અદાણી મેડિકલ કોલેજે  છેલ્લા ૭ વર્ષમાં ૨૦૦ ટેક્નિશિયન્સ મેડિ.જગતને અર્પણ કર્યા

~ કોલેજમાં  ડિપ્લો.ઇન રેડિયો ઇમેજિંગ ટેકનો.અને ડિપ્લો.ઈન રેનલ ડાયાલિસિસ ટેકનો. માટે પણ પ્રવેશ પ્રગતિમાં

~ તબીબી નિદાનની પ્રક્રિયામાં મેડિ.પરિક્ષણનું મહત્વ વધતાં લેબ.ટેક્નિશિયન્સ માટે રોજગારીની તકો ખુલ્લી

તબીબી નિદાનની પ્રક્રિયામાં લેબ.ટેસ્ટનું મહત્વ ખૂબ હોવાથી લેબોરેટરી ટેક્નિશિયનની જરૂરિયાત પણ વધી જવાને કારણે  રોજગારીની તકો પણ પુષ્કળ ગઈ હોવાથી વિધાર્થીઓને પાસ થવાની સાથે જ નિયુક્તિ મળવા લાગી છે.

અદાણી સંચાલિત ગેઈમ્સ મેડિકલ કોલેજના ડીન.ડો.એ.એન.ઘોષના જણાવ્યા મુજબ અત્રેની મેડિકલ કોલેજમાં ડિપ્લોમાં ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીનો અભ્યાસક્રમ છેલ્લા ૮ વર્ષથી ચાલે છે.અને અંતિમ ૭ વર્ષમાં  ૨૦૦ જેટલા ટેક્નેશિયન્સ ઉતીર્ણ થયા છે.

પ્રથમ બેચની શરૂઆત વર્ષ ૨૦૧૭-૧૮માં થઈ હતી.અને ૨૦૨૩-૨૪ સુધીમાં ૭ વર્ષ દરમિયાન ૨૦૦ વિધાર્થીઓ ટેક્નિશયન્સ બની બહાર આવ્યા છે.

સમગ્ર જિલ્લામાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન આ અભ્યાસક્રમ અત્રેની મેડિકલ કોલેજમાં ચાલે છે. અત્યાર સુધી પાસ થયેલા ટેક્નિશિયન્સ સામૂહિક પ્રાથમિક તેમજ અન્ય આરોગ્ય કેન્દ્ર અને જુદી જુદી ખાનગી લેબોરેટરી તેમજ જી.કે.જનરલ હોસ્પિટલમાં નિયુક્તિ મેળવી રોજગારી મેળવતા થયા છે. 

આ કોર્ષના કોર્ડીનેટર ડૉ.શિલ્પા સુપેકરે કહ્યું કે, રોજગારીની તકો વધતા મેડિકલ કોલેજના ડિપ્લોમા ઇન. લેબ ટેકના અભ્યાસક્રમની માંગ ખૂબ વધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠમી બેચનો અભ્યાસક્રમ પ્રગતિમાં છે અને ૨૦૨૫- ૨૬ નવમી બેચ માટે  પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે.

અત્રેની મેડિકલ કોલેજમાં આ કોર્ષ ઉપરાંત ડિપ્લોમા ઇન રેડિયો ઇમેઝિંગ ટેક્નોલોજી અને ડિપ્લોમાં ઇન રેનલ ડાયાલિસિસ ટેકનોલોજી અભ્યાસક્રમમાં પણ લેબ.ટેક.ની માફક બી.એસ.સી.પછી પ્રવેશ આપવામાં આવે છે.વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ ઉપર પ્રવેશ આપવામાં આવે છે.

Leave a comment