FRCએ મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો

FRCએ મેડિકલ કોલેજોની બે વર્ષ માટે ફી વધારો મંજૂર કર્યો છે. જેમાં અમદાવાદ મનપાની નમો મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની ફી સૌથી વધુ મંજૂર થઈ છે. નમો મેડિકલ કોલેજને મેનેજમેન્ટ ક્વોટાની એક વર્ષની ફીમાં 2.76 લાખનો વધારો આપ્યો છે. આમ નમો મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી 23 લાખથી વધીને 25.76 લાખ થઈ છે.

  1. જ્યારે NHL મેડિકલ કોલેજને 2.75 લાખ
  2. કરમસદ મેડિકલ કોલેજની ફી 2.39 લાખ
  3. અદાણી મેડિકલ કોલેજની ફીમાં 2.23 લાખ
  4. સાલ મેડિકલ કોલેજની ફી માં 2.11 લાખ
  5. પારુલ મેડિકલ કોલેજની ફી 1.40 લાખ

મેડીકલ કોલેજમાં ફી વધારવા મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, અમારા બાળક સારા માર્ક લાવે અને ડોકટર બને તેવી ચિંતા વચ્ચે હવે મેડીકલ કોલેજની ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જે રીતના ભાજપે સ્કૂલ-કોલેજોમાં શિક્ષણ માફિયાઓ ને લૂંટની છૂટ આપી છે, એ રીતે હવે મેડીકલ કોલેજોમાં ફી વધારવાની સરકારે છૂટ આપી છે. એકેડમી ઓડીટ, વાઉચરથી શિક્ષકને પગાર આપવામાં આવતો હોય તે કોલેજો પાસે હિસાબ માંગવા જોઈએ. સરકાર ખાનગી કોલેજને મોટી ફી વસૂલવાની છૂટ આપે છે. સરકાર લૂંટ ચલાવતી કોલેજો સામે કાર્યવાહી કરવાને બદલે ફી વધારવાની છૂટ આપે છે. કોલેજની ફી વધારોથી વાલીઓને મોટો ફટકો પડે છે.

Leave a comment