અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન પ્લાન્ટમાં આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. ફેક્ટરીમાં કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ત્યારે ગાંધીધામ મનપા સહિતનાં 8 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે જોતરાયાં છે.
આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક ફાયરબ્રિગેડની સાથે ગાંધીધામ મનપાનાં ફાયર ફાઈટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 8 ફાયર ફાયટર દ્વારા યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. ભીષણ ગરમી વચ્ચે ફેલાયેલી આ આગને કાબૂમાં લેવી ફાયર ફાઈટરો માટે પડકારરૂપ બની ગઈ હતી.
કચ્છના અંજાર નજીક એક ખાનગી કંપનીના કોટન પ્લાન્ટમાં આજે શુક્રવારે (30 મે) ભીષણ આગ લાગી હતી. કંપનીના કોટનના જથ્થામાં આગ વિકરાળ બનતા દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈને ગાંધીધામ મહા નગરપાલિકા સહિતના 8 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અંજારની એક ખાનગી કંપનીમાં કોટનના રો-મટીરિયલ્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ ઓલવવાની કવાયત હાથ ધરી હતી.
સમગ્ર ઘટનાને લઈને કંપની અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
