વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે બાગાયતી વિસ્તારોમાં અત્યાધુનિક ક્લાઉડ-આધારિત સિંચાઈ શરૂ કરી છે. આ મહત્વપૂર્ણ પગલું એરપોર્ટના જળ સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર 17 એકર લીલીછમ હરિયાળીને આવરી લેતી સ્માર્ટ સિંચાઈ પ્રણાલી દ્વારા સેન્સર અને રીઅલ-ટાઇમ હવામાન ડેટાના ઇનપુટ્સ સાથે દરેક છોડને તેની જરૂરિયાત મુજબ પાણી મળે છે. પાણીના વેડફાટને અટકાવવાની સાથે તે પર્યાવરણને હરિયાળું રાખે છે. આ સોલ્યુશન હવામાનને પારખી પાણી આપવાના સમયપત્રકને સ્વનિયંત્રિત કરે છે. તેનાથી પાણીનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ રહે છે. આ અત્યાધુનિક ટેકનોલોજી યોગ્ય સિંચાઈથી એરપોર્ટની હરિયાળી અને કુદરતી સૌંદર્ય જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે.
ક્લાઉડ-આધારિત સિંચાઈ પ્રણાલીના મુખ્ય ફાયદાઓમાં જોઈએ તો:
- મોટા પ્રમાણમાં પાણીની બચત: વાર્ષિક 17,850 KL થી વધુ બચત થાય છે. જે નાના શહેરોની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી છે.
- સ્વસ્થ, હરિયાળી જગ્યાઓ: સ્માર્ટ સિંચાઈથી સ્વસ્થ અને વધુ ગતિશીલ ગ્રીન ઝોન જળવાઈ રહે છે.
- ગમે ત્યાંથી નિયંત્રણ: એરપોર્ટની ટીમ કંટ્રોલ રૂમ કે માઇલો દૂર સ્માર્ટફોનથી સિંચાઈનો રૂટ બદલી શકે છે.
SVPI એરપોર્ટની રોજિંદી કામગીરીમાં ટકાઉપણું શામેલ કરવા માટે આ અપગ્રેડ એક મહત્વપૂર્ણ પગલું છે. ઉર્જા-કાર્યક્ષમ લાઇટિંગથી લઈને કચરો ઘટાડવાના કાર્યક્રમો સુધી, એરપોર્ટે અનેક ઉદાહરણીય પહેલો કરી છે અને તેને યથાવત રાખવા પ્રતિબદ્ધ છે. SVPI એરપોર્ટ એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે સમર્પિત છે.
*અસ્વીકરણ:
ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા સૂચવેલ ધોરણ:
શહેરી વિસ્તારોમાં ઘરેલુ પાણીના વપરાશ માટે IGBC 135 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ (LPCD) નો ઉપયોગ કરે છે. જેમાં પીવાનું, સ્નાન, ધોવા અને ફ્લશિંગ જેવી દૈનિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મૂળભૂત આવશ્યકતાઓનો કોડ:
ભારતીય માનક કોડ 1172-1993 મુજબ (પાણી પુરવઠા, ડ્રેનેજ અને સ્વચ્છતા માટે) એક વ્યક્તિ પ્રતિ દિવસ 135 લિટર પાણીનો વપરાશ કરે છે.
About Ahmedabad International Airport Limited (AIAL)
Ahmedabad International Airport Limited (AIAL) manages Sardar Vallabhbhai Patel International Airport (AMD), Ahmedabad, India. AIAL operates under the leadership of Adani Airport Holdings Limited (AAHL), a subsidiary of Adani Enterprises, the infrastructure arm of the diversified Adani Group.
Leveraging Adani Group’s expertise in transport and logistics hubs, AAHL aims to connect India’s major cities through a strategic hub-and-spoke model. This, coupled with a deep understanding of modern mobility needs, fuels AIAL’s vision to establish Ahmedabad Airport as the premier gateway for passenger and cargo traffic in Western India.
AIAL prioritises sustainable growth, emphasising exceptional customer experiences, efficient operations, and fostering strong stakeholder relationships.
