લખપત તાલુકાની 5 આંગણવાડી કેન્દ્રની વર્કર-હેલ્પર બહેનોને 5.50 લાખની ગ્રેજ્યુટી ની ચકવાણી કરાઇ

લખપત તાલુકા સંકલિત બાલ વિકાસ ઘટક (ICDS) કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. તાલુકાની પાંચ આંગણવાડી કેન્દ્રની કર્મચારી બહેનોને ગ્રેજ્યુટીના ચેક આપવામાં આવ્યા છે.

દયાપર ICDS કચેરી ખાતે સીડીપીઓ શિલ્પાબેન સંઘારના માર્ગદર્શન હેઠળ આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિમળાબેન ભોઈયાએ ચાર વર્કર બહેનો અને એક હેલ્પર બહેનને કુલ રૂપિયા 5.50 લાખની ગ્રેજ્યુટી રકમના ચેક આપ્યા હતા.

લાભાર્થી બહેનોમાં આશાપરના જાડેજા પવનબા, ખટીયાના મોખા વિલાસબા, કપુરાશીના રાજગોર લીલાબેન, સાંધ્રોવાંઢના જત નુરખાતુંબાઈ અને નાના સરોવરના પુરોહિત જ્યોતિબેનનો સમાવેશ થાય છે. આ પહેલથી આંગણવાડી કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Leave a comment