તેજસ પછી ભારતનું બીજું સ્વદેશી ફાઇટર, 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ

ભારતમાં બનનારા 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ, એટલે કે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના ઉત્પાદન મોડલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતી આપી.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકારી કંપનીઓની સાથે ખાનગી કંપનીઓને પણ વિમાનના ઉત્પાદન માટે બોલી લગાવવાની તક આપવામાં આવશે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ટૂંક સમયમાં આ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જારી કરશે.

ખાનગી કંપનીઓને વિમાન બનાવવા માટે તક આપવાની જાહેરાતને કારણે સંરક્ષણ અને સંબંધિત ક્ષેત્રોની કંપનીઓના શેરમાં લગભગ 6 ટકાનો વધારો થયો. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ પણ 8,674.05ની ૫૨ સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો.

  • એપ્રિલ 2024માં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)એ 5મી પેઢીના સ્વદેશી ફાઇટર જેટની ડિઝાઇન અને વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી. આ ફાઇટર જેટ ‘એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ’ (AMCA) છે.
  • આ કાર્યક્રમના અમલીકરણ અને વિમાન ડિઝાઇન કરવા માટે ADA નોડલ એજન્સી છે. ADA સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હેઠળ આવે છે.
  • એ ભારતીય વાયુસેનાનાં અન્ય ફાઇટર વિમાનો કરતાં વધુ સારું હશે. દુશ્મનના રડારથી બચવા માટે એ હાઇ-ટેક સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ હશે. એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાતાં અન્ય 5મી પેઢીનાં સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ જેવાં જ અથવા એનાથી પણ વધુ સારું હશે.

એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, એટલે કે AMCA સ્વદેશી રીતે વિકસિત થનારું બીજું ફાઇટર એરક્રાફ્ટ હશે. અગાઉ ભારતમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ અને એનું અદ્યતન સંસ્કરણ તેજસ માર્ક-1 વિકસાવવામાં આવ્યું છે. એના વધુ અદ્યતન સંસ્કરણ, માર્ક-1-એ પર કામ ચાલી રહ્યું છે. માહિતી અનુસાર, AMCA 2025 સુધીમાં વાયુસેના અને નૌકાદળમાં તહેનાતી માટે ઉપલબ્ધ થશે.

30 જુલાઈના રોજ વાયુસેનાએ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા એરબેઝ પર લાઇટ ફાઇટર જેટ તેજસ MK-1 તહેનાત કર્યું. સેનાનું કહેવું છે કે આ એટલા માટે કરવામાં આવ્યું હતું, જેથી પાઇલટ્સ ઘાટીમાં ઉડાન ભરવાનો અભ્યાસ કરી શકે.

Leave a comment