પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સામખિયાળી-ગાંધીધામ સેક્શનના ભીમસર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કચ્છની કેટલીક મુખ્ય ટ્રેનો બે દિવસ માટે રદ્દ કરવામાં આવી છે.
29 મે ના રોજ અમદાવાદથી ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેન રદ્દ રહેશે. 30 મે ના રોજ ભુજથી અમદાવાદ જતી નમો ભારત રેપિડ ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે. જોધપુર-ગાંધીધામ રૂટની ટ્રેન 28 અને 29 મે ના રોજ રદ્દ રહેશે. ગાંધીધામ-જોધપુર ટ્રેન 29 અને 30 મે ના રોજ દોડશે નહીં. ગાંધીધામ-પાલનપુર અને ભુજ-રાજકોટ વચ્ચે દોડતી ટ્રેનો પણ 29 અને 30 મે ના રોજ રદ્દ રહેશે. રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ બે દિવસ દરમિયાન તેમની મુસાફરીનું આયોજન અન્ય વિકલ્પો દ્વારા કરે. આ કામગીરી રેલવે સેવાઓની સલામતી અને કાર્યક્ષમતા વધારવા માટે આવશ્યક છે.
