સેન્સેક્સ 645 પોઈન્ટ ઘટીને 80,952 પર બંધ

આજે એટલે કે 22 મે, ગુરુવાર, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 645 પોઈન્ટ ઘટીને 80,952 પર બંધ થયો. નિફ્ટીમાંપણ 204 પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને તે 24,610 ના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો રહ્યો. M&M, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વના શેર 2.5% સુધી ઘટ્યા. અલ્ટ્રાટેક સિમેન્ટ, એરટેલ અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સામાન્ય તેજી રહી.

નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર ઘટીને બંધ થયા. NSEના ઓટો, IT, બેંકિંગ અને FMCG સેક્ટરમાં 1.5% સુધીનો ઘટાડો થયો. એકલા મીડિયામાં 1.11%નો વધારો થયો.

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 322 પોઈન્ટ (0.89%) ઘટીને 36,967 પર અને કોરિયાનો કોસ્પી 35 પોઈન્ટ (1.34%) ઘટીને 2,590 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 78 પોઈન્ટ (0.33%) ઘટીને 23,750 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઘટીને 3,386 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • 21 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 816 પોઈન્ટ (1.91%) ઘટીને 41,860 પર બંધ થયો, નેસ્ડેક કમ્પોઝિટ 270 પોઈન્ટ (1.41%) ઘટીને 18,873 પર અને S&P 500 95 પોઈન્ટ (1.61%) ઘટીને 5,845 પર બંધ થયો.
  • 21 મેના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 2,201.79 કરોડની નેટ ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 683.77 કરોડની નેટ ખરીદી કરી હતી.
  • મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. 15,442.38 કરોડની નેટ ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 30,482.78 કરોડની નેટ ખરીદી કરી છે.
  • એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 2,735.02 કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન ₹28,228.45 કરોડની નેટ ખરીદી કરી હતી.

આજે (22 મે) બોરાના વીવ્સ લિમિટેડના IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. આ ઈશ્યુ 20 મેના રોજ ખુલ્યો હતો. આ IPO બે દિવસમાં અત્યાર સુધીમાં 29.67 ગણો સબસ્ક્રાઇબ થયો છે. રિટેલ કેટેગરીમાં તેને 78.08 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.

કંપનીના શેર 27 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 145 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની લગભગ 67 લાખ નવા શેર જાહેર કરશે. આ ઇશ્યૂમાં, કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં.

ડીઝલ-પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનના કંપોનેટ બનાવતી કંપની બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે (21 મે) ના રોજ તેનો IPO (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) ખુલ્યો છે. રોકાણકારો આ ઇશ્યૂ માટે 23 મે સુધી બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 મેના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 2,150 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપની લગભગ 23.89 કરોડ નવા શેર જાહેર કરશે. કંપનીના હાલના રોકાણકારો અથવા પ્રમોટર્સ ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એક પણ શેર વેચશે નહીં.

ભારતીય લક્ઝરી હોટેલ ચેઇન ‘ધ લીલા’ ની પેરેન્ટ કંપની, શ્લોસ બેંગ્લોર લિમિટેડનો IPO 26 મેથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રિટેલ રોકાણકારો 28 મે 2025 સુધી આ માટે બોલી લગાવી શકે છે. જ્યારે રોકાણકારો 23 મે 2025ના રોજ બોલી લગાવી શકશે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 3,500 એકત્ર કરવા માંગે છે.

આ IPOમાં, કંપની રૂ. 2500 કરોડના 5.75 કરોડ નવા શેર જાહેર કરશે. 1,000 કરોડ રૂપિયાના 2.30 કરોડ શેર ઓફર ફોર સેલ રહેશે.

Leave a comment