SBI અને બેંક ઓફ બરોડા સહિત ઘણી બેંકોએ તાજેતરમાં હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. કેનેરા બેંકમાં હોમ લોનના વ્યાજ દર 7.80%થી શરૂ થાય છે. જ્યારે SBIનો વ્યાજ દર 8.00%થી શરૂ થાય છે.
આવી સ્થિતિમાં, જો તમે આજકાલ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેના માટે લોન માટે અરજી કરવા માગો છો, તો તે પહેલાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કઈ બેંકમાંથી લોન લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
RBI આવતા જૂનથી દિવાળી સુધી રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવાની તૈયારીમાં છે. આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, RBIની નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક 4-6 જૂન દરમિયાન યોજાવાની છે.
આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલમાં, RBIએ વ્યાજ દરમાં 0.25%-0.25%નો ઘટાડો કર્યો હતો. એટલે કે આ વર્ષે રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે બેંકોએ લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે.
