ભુજમાં આવતીકાલ સવારે તિરંગા યાત્રા

ભુજમાં આવતીકાલ સવારે 10 વાગ્યે સુરક્ષા જવાનોના સન્માનમાં તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા જ્યુબિલી સર્કલ સ્થિત શ્યામજી કૃષ્ણ વર્માજીની મૂર્તિ પાસેથી શરૂ થશે. યાત્રા હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન પામશે.

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર સફળ કાર્યવાહી કરી છે. ઓપરેશન શીંદુરની સફળતાના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વીડિયો સંદેશ દ્વારા લોકોને યાત્રામાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ યાત્રા સુરક્ષા જવાનોનો જુસ્સો વધારવા અને તેમના સન્માન માટે યોજાઈ રહી છે. સાંસદે આશા વ્યક્ત કરી છે કે શહેરીજનો મોટી સંખ્યામાં આ દેશભક્તિના કાર્યક્રમમાં ભાગ લેશે.

Leave a comment