ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી (9 મે, 2025) વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. જોકે, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના તાપમાનમાં પણ આજથી બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માવઠાની અસર દૂર થતા રાજ્યમાં ધીમે-ધીમે ગરમીનો વધારો થશે. આજે રાજ્યમાં 33થી 40 ડિગ્રી રેન્જમાં તાપમાન રહેશે.
હવામાન ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આ સ્થિતિ સર્જાઈ છે.
આજરોજ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડું રહેવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર સાથે વરસાદની સંભાવના છે.
બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડતા જિલ્લાની કેટલીક નદીઓમાં પાણી વહેતા થયા છે. ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કમોસમી વરસાદના પગલે બાજરી બાગાયત સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડતા જિલ્લાની કેટલીક નદીઓમાં પાણી વહેતા થયા છે. ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કમોસમી વરસાદના પગલે બાજરી બાગાયત સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે. ગાંધીનગરમાં રાત પડેલા વરસાદને કારણે વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા છે. વાવોલથી મહાત્મા મંદિર તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.
