જી. કે. જન. હોસ્પિ.માં આધુનિક સગવડ અને અનુભવી ઓર્થો સર્જનની ટીમને લઈને સાંધા બદલાવાની સફળતા ઊંચી

~ હાડકાંની સમસ્યા હળવાશથી લેવાતા ઘરે ઘરે ઘૂંટણનો ઘસારો  વધુ – ઓછા પ્રમાણમાં   જોવા મળે છે

અસ્વસ્થ જીવનશૈલી તેમજ શરીરના હાડકા પ્રત્યે સેવાતી બેદરકારીને કારણે તો કેટલાક કિસ્સામાં વંશાનુગતને લઈને આજે ઘરે ઘરે ઓછા- વધુ પ્રમાણમાં સાંધાનો ઘસારો જોવા મળે છે.સામાન્ય રીતે સાંધાના ઘસારાનું પ્રમાણ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે કેમકે પુરુષોની સરખામણીમાં મહિલાઓના હાડકા વધુ સ્થિતિસ્થાપક, આનુવંશિક,હોર્મોન,શારીરિક સંરચના, ઉપરાંત રજસ્વલા અવસ્થા પછી દર્દ વધી જાય છે. સાથે સ્ત્રીઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું હોવાથી પણ દુખાવો રહે છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના જોઇન્ટ રિપ્લેસમેન્ટ(સાંધા બદલવા)ના નિષ્ણાત સર્જન ડો.વિવેક પટેલે જણાવ્યું કે,અત્રેની હોસ્પિટલમાં સાંધા બદલાવાની શસ્ત્રક્રિયા સફળતા પૂર્વક થાય છે. સફળતાની ટકાવારીનું પ્રમાણ ઊંચું છે, કારણકે અનુભવી  ઓર્થો સર્જનનીની ટીમ, આધુનિક અને મોડ્યુલર ઓપરેશન થિયેટર,વોર્ડ રૂમ,ઉત્તમ નર્સિંગ સેવા, ફિઝિયોથેરાપી અને ખાસ તો સારી ગુણવત્તાવાળા સાંધા,કાઉન્સેલિંગને કારણે કચ્છ ઉપરાંત બહારથી પણ દર્દીઓ સાંધા બદલવા અત્રે આવે છે.

સાંધા બદલવાના અનુભવી નિષ્ણાત ટીમમાં ડો.વિવેક પટેલ, ડો. નવીન ગાગલ, ડો. ઉમંગ સંઘવી, ડો. વિશાલ પુષ્કરણા, ડો. તેજ રૂડાણીનો સમાવેશ થાય છે,જ્યારે રેસિડેન્ટ ડોક્ટરની ટીમ આ કાર્યમાં સક્રિય રીતે મદદરૂપ બને છે.

સામાન્ય રીતે મોટી અને ખાસ કરીને ૫૦થી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સાંધાના દુખાવાનું પ્રમાણ વધુ જોવા મળે છે કેમકે,આ ઉંમરે હાડકાં નરમ થઈ જતા હોય છે.કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી પણ હાડકાં ઢીલા બની જાય છે. તેમજ મુખ્યત્વે પલાંઠી વાળવાની આદત પણ એટલીજ જવાબદાર હોવાનું ઓર્થો સર્જને કહ્યું હતું.

જી.કે.માં આયુષ્યમાન કાર્ડ યોજન હેઠળ ૫૦ વર્ષના દર્દીના પણ ઘૂંટણના સાંધા  બદલી શકાય:

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી  પુરવાર થઈ રહેલી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત જી.કે.માં ખાસ કિસ્સામાં ૫૦ વર્ષના દર્દીના પણ ઘૂંટણના સાંધા બદલાવાની શસ્ત્રક્રિયા ઉપલબ્ધ બનતા હવે ૫૦- ૬૦ વર્ષ અને તેથી ઉપરના દર્દીઓ માટે આ યોજના આશીર્વાદ સમાન પુરવાર થઈ રહી છે.

ખરાબ ઘૂંટણના લક્ષણો:

ઘૂંટણ ખરાબ થવાના મુખ્ય લક્ષણોમાં દર્દ, સોજો, જકડન અને ઘૂંટણ હલાવવામાં પડતી મુશ્કેલી શામેલ છે. ઉપરાંત ઘૂંટણમાં કટ કટ અવાજ આવવો, ઘૂંટણમાં કમજોરી મહેસુસ થવી, અસ્થિરતા  વિગેરે હોય છે.

Leave a comment