ભુજની લાયન્સ હોસ્પિટલમાં આજે એક મહત્વપૂર્ણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસની સૂચના અને રાજ્ય સરકારના આદેશ અનુસાર આ કેમ્પનું આયોજન કરાયું છે.
લાયન્સ કલબ અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કેમ્પનો મુખ્ય લક્ષ્યાંક 500 બોટલ રક્ત એકત્રિત કરવાનો છે.
લાયન્સના પ્રમુખ ભરત મહેતાએ માહિતી આપી કે ઓપરેશન શીંદુર બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પ સવારે 8 વાગ્યાથી બપોર સુધી ચાલશે. રક્તદાતાઓને ઓપરેશન શીંદુરની સફળતાના પ્રતીક રૂપે કુમકુમ તિલક કરવામાં આવી રહ્યું છે.
જીકે જનરલ હોસ્પિટલના ડૉ. જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં બ્લડબેંક ટીમના સભ્યો સેવા આપી રહ્યા છે. આ ટીમમાં ડૉ. નિષ્ઠા શાહ, દર્શન રાવલ, આશા પટેલ, ભાવેશ ખંભાળિયા અને મેહુલ દવેનો સમાવેશ થાય છે.
