પિંગલેશ્વર બીચ પરથી મરીન કમાન્ડોને 3 શંકાસ્પદ પેકેટ મળ્યા

નલિયા મરીન કમાન્ડોની ટીમને આજે સવારે પિંગલેશ્વર બીચ વિસ્તારમાં રુટીન પેટ્રોલિંગ દરમિયાન 3 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. સવારે 7:15 વાગ્યાથી જખૌ સેક્ટરના મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

પિંગલેશ્વરથી સિંધોડી તરફ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈને આવેલા આ પેકેટ મળ્યા હતા. પેકેટ ગુલાબી કલરના છે અને તેની વચ્ચે લાલ પટ્ટી છે. દરેક પેકેટ પર અંગ્રેજીમાં “NO.1 Quality jaman 1200 ગ્રામ” લખેલું છે. પેકેટ પર દરિયાઈ રેતી ચોંટેલી અને પાણીથી ભીંજાયેલી હાલતમાં મળી આવ્યા છે.

મરીન કમાન્ડોની ટીમમાં PSI એચ.જે. રાઠોડ, સિનિયર કમાન્ડો લાખા ડાભી, જયસુખ નૈયાત્રા, શંભુસિંહ જાડેજા, ધર્મેશ ડેર અને નિલેશ ચુડાસમા સામેલ હતા. સાથે સ્ટેટ આઈ.બી.ના AIO બી.બી. સંગાર અને જખૌ પોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ લાખીયારજી સોઢા પણ હાજર હતા.

આ શંકાસ્પદ પેકેટને વધુ તપાસ માટે જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયમાં આ વિસ્તારમાંથી મળેલા કુલ શંકાસ્પદ પેકેટની સંખ્યા 25 સુધી પહોંચી છે.

Leave a comment