આજથી 6 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ,ગરમી 44ને પાર થવા વકી

રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનોની અસરથી શહેરમાં આગામી 6 દિવસ સુધી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી મ્યુનિ.એ કરી છે. આ સમય દરમિયાન ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું.

મોટેભાગે જમીન તરફ આવતાં ગરમ પવનો વાતાવરણમાં ઉપર અથવા નીચલા લેવલે જઇને ત્યારબાદ જમીન તરફ પાછા ફરે છે. પરંતુ, જયારે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ગરમ પવનો જમીનની આસપાસ રહે છે, જેથી આ ગરમ પવનો વધુ ગરમ બની જમીન તરફ પાછા ફરે છે, જેથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હોવા છતાં ગરમીની સાથે બફારામાં વધારો થાય છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહ્યો છે. હવે પારો 2 ડિગ્રી વધીને 44એ જઈ શકે છે.

Leave a comment