લગ્નની સિઝનમાં, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
- અમદાવાદ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
- રાજકોટઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
- સુરતઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
- વડોદરા 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
સોનામાં તેજીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. દેશમાં સોનું એક લાખની સપાટી નજીક પહોંચ્યું છે. અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ એક લાખને પાર કરી ગયો છે. સોમવારે ખૂલતા બજારમાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે 3430 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 100 ડોલરથી વધુનો ઉછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ અમદાવાદ ખાતે રૂ.1000 વધી રૂ.99500ની નવી ઊંચાઇએ બોલાતું હતું પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ એક લાખની સપાટીને કુદાવી ચૂક્યો છે.
ભારતમાં સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી, દર 10 ગ્રામ દીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફ્યુચર્સ માર્કેટમાં, મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.
સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹73/10 ગ્રામના વધારા સાથે ઓલ ટાઈમ હાઈ છે. તે જ સમયે MCX પર ચાંદીના ભાવ પણ ₹238/કિલો વધીને ₹97,275/કિલો થયા. વધુમાં 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાના ઇન્ડિયન બુલિયન એસોસિયેશન (IBA)ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹97,560/10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત ₹89,430/10 ગ્રામ છે. તે જ સમયે, IBA વેબસાઇટ અનુસાર, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ચાંદીનો ભાવ ₹95,720/કિલો (ચાંદી 999 ફાઇન) હતો.
