જી. કે. જન. અદાણી હોસ્પિ.ના ગાયનેક ડોક્ટરોને અમદાવાદના એન્ડોસ્કોપી નિષ્ણાત તબીબોએ આપી ગર્ભાશયના ઓપરેશનની તાલીમ

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના ૨૪ જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સને ગર્ભાશયના  એન્ડોસ્કોપી ઓપરેશનની તાલીમ અમદાવાદના ઇગલ (એવરી એસ્પાયરિંગ ગાયનેકોલોગિસ્ટ લર્ન્સ એન્ડોસ્કોપી) પ્રોજેક્ટના તજજ્ઞ સર્જનો ડો.સાંત્વન મહેતા અને ડો.મોહિલ પટેલે આપી હતી.આવા ઓપરેશનથી દર્દીને દુખાવો ઓછો થાય છે.દર્દી જલ્દી ઊભો થઈ જાય છે જેવા અનેક ફાયદા છે.

અત્રે નોંધવું જોઈએ કે,ઇગલ પ્રોજેક્ટ મારફતે સ્ત્રીરોગ તજજ્ઞ તબીબો સમગ્ર ભારતમાં વિના મૂલ્યે આ સર્જરી શીખવાડાય છે. એ અંતર્ગત ભુજ ખાતે હોસ્પિટલના  જૂની.તબીબોને આ ક્ષેત્રે સજ્જ કર્યા હતા.

અત્રેના સ્ત્રીરોગ વિભાગમાં  અમદાવાદના તબીબોએ ગર્ભાશયની કોથળી,ગર્ભાશયમાં ગાંઠ, નિઃસંતાન મહિલાઓ માટે ઓપરેશન, અંડાશયની ગાંઠ અને ગર્ભાશયના મસાના દર્દીઓનું ઓપરેશન કરી, પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. આવા કુલ ૮ ઓપરેશન કર્યા હતા. હોસ્પિટલના તબીબોને દૂરબીનની આ શસ્ત્રક્રિયા એન્ડ્રોટેનર ઉપકરણથી જુનિયર ડોક્ટરોને શીખવા મળી હતી.

હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના વડા ડો. પ્રફુલ્લા કોટક ઉપરાંત ડો.ચાર્મી પાવાણી, શુભ્રા શ્રીવાસ્તવ, ડો.કરિશ્મા ગાંધી, ડો.ખુશ્બુ પટવા, ડો.ગ્રીષ્મા શેઠ તેમજ એનેસ્થેસિયાના તબીબો ડો.જલદીપ પટેલ અને ડો. મંદાકીનીએ પ્રશિક્ષણની સફળ બનાવવા સહકાર આપ્યો હતો.

Leave a comment