અદાણી જૂથની કંપનીઓના શેરમાં તોફાની તેજીનો તરખાટ, AEL 5% ઉછળ્યો

અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રંપના ટેરીફ ટેરરનો સામનો કરી રહેલા શેરબજારમાં શુક્રવારે અચાનક ઉત્સાહ વ્યાપ્યો હતો. શુક્રવારે ટ્રેડિંગ સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હોવાથી રોકાણકારોનો ઉત્સાહ ઉડીને આંખે વળગતો હતો.

શરૂઆતના વેપારમાં સૌથી વધુ તેજી ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં જોવા મળી. 9.45 વાગ્યે તે 4.12% વધીને રૂ. 2,329.00 પર પહોંચી ગયો હતો. NSE નિફ્ટી 50 1.32% વધીને 22,695.40 પર અને BSE સેન્સેક્સ 1.34% વધીને 74,835.49 પર બંધ થયો હતો.

અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સમાં પણ ભારે તેજી જોવા મળી હતી. જ્યારે અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 3.72% વધીને રૂ. 892.75 થયો હતો. અદાણી પોર્ટ્સના શેર પણ 2.93% વધીને રૂ. 1,165.૦૦ પર ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી ટોટલ ગેસના શેરનો પણ સારો દેખાવ રહ્યો અને તે ₹16.55 (2.86%) વધીને ₹595.95 પર પહોંચી ગયા હતા. અદાણી પાવરના શેરના ભાવમાં ₹520.15 પર 2.30% ની મજબૂતાઈ નોંધાઈ હતી.

અદાણી જૂથની અન્ય કંપનીઓના શેર્સની વાત કરીએ તો, અદાણી એનર્જી સોલ્યુશન્સે પણ બજારનો મૂડ સકારાત્મક રાખ્યો અને ₹ 9.60 (1.15%) ના વધારા સાથે ₹ 847.00 પર પહોંચી ગયો હતો. જ્યારે અદાણી ગ્રુપની મીડિયા કંપની NDTV પણ ₹2.56 (2.24%) વધીને ₹116.94 ના સ્તરને સ્પર્શી ગઈ. જોકે ACC એ અન્ય શેરો કરતાં થોડું ધીમું પ્રદર્શન કર્યું હોવા છતાં તે ₹ 1,999.65 ના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ સપ્તાહના પ્રારંભે ભારે ઘટાડા બાદ મંગળવારે ભારતીય બજારોમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી જૂથના શેરોએ પણ બાઉન્સબેક કર્યુ હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે લાદેલ ‘ટેરિફ ટેરર’ને કારણે ગત અઠવાડિયાથી દુનિયાભરના બજારોમાં ચાલી રહેલા મંદીના વાવાઝોડાથી ભારતીય બજાર પણ અસ્પૃશ્ય નથી. શેરબજારમાં આજનો ઉછાળો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત 75 થી વધુ દેશો માટે ટેરિફ પર 90 દિવસના વિરામની જાહેરાતને પગલે આવ્યો છે.

Leave a comment