અદાણી ફાઉન્ડેશનના દ્વારા વૈદિક ગણિત અને ઍબેકસ કાર્યક્રમની કચ્છમાં નવતર પહેલ

  • મુન્દ્રા અને માડવી તાલુકાની 60થી વધુ પ્રાથમિક અને હાઇ સ્કૂલમાં 3000 થી વધુ વિધ્યાર્થીઓને મળી રહ્યો છે લાભ.
  • ઉત્થાન સહાયકોને તબક્કા પ્રમાણે 10 દિવસની આપવામાં આવી તાલીમ!
  • લેવલ 1 પાસ થયેલ વિધ્યાર્થીઓને સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાની શાળાઓમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વેદિક ગણિત અને ઍબેકસ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છ કોપર પ્રાઇવેટ લિમિટેડના સહયોગ અને એજ્યુપ્રો લર્નિંગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયો છે.

વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર દૂર કરવો, મનગમતી પદ્ધતિઓ દ્વારા અભ્યાસમાં રસભર્યા ફેરફાર લાવવો અને ભવિષ્ય માટે મજબૂત પાયો રચવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. જે માટે ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા એજયુપ્રો લર્નિંગ, મુંબઈ સાથે 3 વર્ષનો MoU કરવામાં આવ્યા છે. ઍબેકસ કાર્યક્રમ ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ માટે અને વેદિક ગણિત ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયું છે. ઍબેકસ વિદ્યાર્થીઓમાં મૌખિક ગણિતની ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે, જ્યારે વેદિક ગણિત તેમને ઝડપી અને સરળ ગણિત પદ્ધતિઓ શીખવે છે.

આ પ્રોજેક્ટના અમલ માટે ઉત્થાન સહાયકોને એજ્યુપ્રો લર્નિંગ દ્વારા તબક્કા પ્રમાણે 10 દિવસનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. ઉત્થાન સહાયકો દ્વારા દિવાળી વેકેશનથી વેદિક ગણિત અને અબેકસની જુદી જુદી પદ્ધતિઓ શાળાઓમાં અમલમાં મૂકી છે.  2000થી વધુ ધોરણ 5 થી 7ના અને 1000થી વધુ ધોરણ 8 તથા 9ના વિદ્યાર્થીઓને ઍબેકસ અને વેદિક ગણિતની સંપૂર્ણ કીટ અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને આ વિષય શીખવા ખૂબ જ સરળ રહ્યા છે. બાળકોને ગણિત વિષય પર પકકડ જ્માવવી એ ખૂબ જ જરૂરી છે. તેથી બાળકોને અત્યારથી જ એ માટે તૈયાર કરવા અદાણી ફાઉન્ડેશન કટ્ટીબધ્ધ છે. આ પહેલ થક્કી શાળામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક અને સ્કોલરશીપ પરીક્ષાઓ જેવીકે જવાહર નવોદય વિધ્યાલય (JNV ધોરણ 5), કોમન એંટ્રેસ ટેસ્ટ (CET, ધોરણ 5) પ્રાઇમરી સ્કોલરશોપ એકસામ (PSE ધોરણ 6), નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS ધોરણ 8) અને જ્ઞાન સાધના જેવી વિવિધ પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે.

ઍબેકસ અને વેદિક ગણિતનો વિકાસ માત્ર ગણિત પૂરતો મર્યાદિત નથી; આ વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. સાથે જ, આ પદ્ધતિઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

Leave a comment