ભારતની સૌથી મોટી સંકલિત કાર્ગોનાપરિવહનનુંસંચાલનકરતી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ કોલંબો બંદર ખાતે કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) કાર્યાન્વિત કરવામાંઆવ્યુંહોવાની જાહેરાત કરી છે.
35 વર્ષના બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) કરાર હેઠળભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને SEZ લિ., શ્રીલંકાના અગ્રણી સમૂહ જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના કન્સોર્ટિયમ દ્વારાવચ્ચેની આસીમાચિહ્નરૂપ જાહેર–ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાંઆવેલ આ CWIT નું સંચાલન કરવામાં આવશે.
800 મિલિયન ડોલરનામસમોટારોકાણસાથેનોઆCWIT પ્રકલ્પ 1,400-મીટર લાંબી ખાડી અને 20-મીટર ઊંડાઈ ધરાવે છે, જેનાથીઆ ટર્મિનલ વાર્ષિક આશરે 3.2 મિલિયન વીસ–ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ (TEUs)નું સંચાલન કરવા સક્ષમ બનશે. કોલંબોમાં આસૌપ્રથમ ઊંડા પાણી ધરાવતું ટર્મિનલ છે જે સંપૂર્ણપણે સ્વયંમસંચાલિત છે, જે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા, જહાજોના ટર્નએરાઉન્ડ સમયમાં સુધારો લાવવા અને દક્ષિણ એશિયામાં મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે બંદરનો દરજ્જો પ્રસ્થાપિત કરવામાટે નિર્માણ કરવામાંઆવેલછે.
આટર્મિનલનુંનિર્માણકાર્ય 2022 ની શરૂઆતમાં હાથધરવામાંઆવ્યું હતું અને શરુઆતથીજ તેમાં ઝડપી પ્રગતિ થઇહતી. આટર્મિનલસંલગ્નતમામઅત્યાધુનિક માળખાગત સુવિધાઓનુંકામકાજ પૂર્ણતાને આરે છે અનેCWIT પ્રાદેશિક દરિયાઈ લોજિસ્ટિક્સમાં કાર્યકારી કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે સજ્જ છે.
અદાણીઉદ્યોગસમૂહનાચેરમેનશ્રીગૌતમઅદાણીએજણાવ્યુંહતુંકે“CWIT ખાતે આટર્મિનલકાર્યાન્વિત થવાસાથે ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રાદેશિક સહયોગમાં એક સીમાચિહ્નરૂપ અધ્યાયઅંકિતથયો છે. તેમણેઉમેર્યુંહતુંકેઆ ટર્મિનલ માત્ર હિંદ મહાસાગરમાં ભાવિવેપારના ભવિષ્યનું જપ્રતિનિધિત્વ નહીકરે, પરંતુ તેનોકાર્યારંભ શ્રીલંકા માટે ગર્વની ક્ષણ પણ છે જે તેને વૈશ્વિક દરિયાઈ પટલ પર મજબૂત રીતે આરુઢ કરશે. આ CWIT પ્રકલ્પથકીસ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ હજારોનોકરીઓનીતકોનું સર્જન કરશે અને આ ટાપુ રાષ્ટ્ર માટે આર્થિક દ્રષ્ટિએમૂલ્યવૃધ્ધિનાપુષ્કળદરવાજા ખોલશે. અદાણીએ કહ્યુંહતુંકેબંને પડોશીઓ વચ્ચેનીઅગાધમિત્રતા અને વધતા વ્યૂહાત્મક સંબંધો તથાઆ દૂરંદેશી જાહેર–ખાનગી ભાગીદારી દ્વારા શું સિધ્ધ કરી શકાય તેનું આ એક જ્વલંત ઉદાહરણ બનીનેઉભરીઆવશે. આ વિશ્વ કક્ષાનીઆ સુવિધા રેકોર્ડ સમયમાં ઉપલબ્ધબનાવવીએ વિશ્વમાં ગમે ત્યાં મોટા પાયે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સને કાર્યક્ષમ રીતે ચલાવવાની અદાણી ગ્રુપનીક્ષમતાને પુરવારકરવાસાથેપ્રતિબિંબિત પણ કરે છે.”
જોન કીલ્સ ગ્રુપના અધ્યક્ષ શ્રી કૃષ્ણ બાલેન્દ્રએ જણાવ્યું હતુંકેવેસ્ટ કન્ટેનર વિકાસમાં થયેલીપ્રગતિ જોવાનો અમને ગર્વ છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક દરિયાઈ હબ તરીકેશ્રીલંકાની સ્થિતિને મજબૂત બનાવે છે એટલુંજનહીપરંતુ આ પ્રોજેક્ટ જોન કીલ્સ ગ્રુપના સૌથી મોટા રોકાણોમાંનો અને શ્રીલંકામાં ખાનગી ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ રોકાણોમાંનો એક છે. તેમણેકહ્યુંહતુંકેશ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી અને અદાણી ગ્રુપ સાથે મળીને અમે કોલંબોનો અગ્રણી ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકેનોદરજ્જો વધારીશું. તેમણેએવો વિશ્વાસ વ્યક્ત કર્યોહતોકે આ ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ વૈશ્વિક વેપાર અને કનેક્ટિવિટીમાં વધારો કરશે.”
